<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ટીએમસી છોડી દેનારા યુસુફ પઠાણ પર ગુજરાત સરકારે કૃપા વરસાવીઃ કરોડોની જમીન ભેટમાં આપી

વડોદરા મ્‍યુનિસિપલ કોર્પોરેશને બે વર્ષ પહેલાં આ જમીન માટે ભૂતપૂર્વ ક્રિકેટર અને લોકસભા સાંસદ યુસુફ પઠાણને અતિક્રમણ નોટિસ ફટકારી હતીઃ ૯૭૮ ચોરસ મીટરમાંથી ૫૦૦ ચોરસ મીટર ભેટમાં: ૪૭૮ ચોરસ મીટર રાહત દરે આપવામાં આવશે : યુસુફ પઠાણ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીની ટિકિટ પર બહેરામપુર મતવિસ્‍તારમાંથી જીત્‍યા હતા

નવી દિલ્‍હી,તા.૨૦: લોકસભા સાંસદ યુસુફ પઠાણને નોંધપાત્ર ફાયદો થયો છે. એવું જાણવા મળ્‍યું છે કે ગુજરાત સરકારે તેમને કરોડો રૂપિયાનો પ્‍લોટ ભેટમાં આપ્‍યો છે, જે લાંબા સમયથી વિવાદનો વિષય હતો. જમીનનો મોટો હિસ્‍સો રાહત દરે આપવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. ઉલ્‍લેખનીય છે કે, ભૂતપૂર્વ ક્રિકેટરે તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી હતી અને નેશનાલિસ્‍ટ સિટીઝન્‍સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (NCPI) ના બળવાખોર જૂથમાં ભળી ગયા હતા.

હાલમાં, VMC (વડોદરા મ્‍યુનિસિપલ કોર્પોરેશન) એ પ્‍લોટ ફાળવણી માટે એક પ્રસ્‍તાવ તૈયાર કર્યો છે. તેને સ્‍થાયી સમિતિને મોકલવામાં આવ્‍યું છે, જ્‍યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હકીકતમાં, ગુજરાત સરકાર દ્વારા પઠાણને જમીન ફાળવવાનો આદેશ જારી કરવામાં આવ્‍યો હતો. VMC એ તેના આધારે પોતાનો પ્રસ્‍તાવ તૈયાર કર્યો છે. આ સમગ્ર મામલો ૯૭૮ ચોરસ મીટરના પ્‍લોટનો છે.

ઇન્‍ડિયન એક્‍સપ્રેસના અહેવાલ મુજબ, સરકારી આદેશમાં જણાવાયું છે કે પઠાણને ૫૦૦ ચોરસ મીટર ભેટમાં આપવામાં આવશે. બાકીનો ૪૭૮ ચોરસ મીટર ૫૫% ડિસ્‍કાઉન્‍ટ પર આપવામાં આવશે. જોકે, આદેશમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે આ કેસને પૂર્વવર્તી તરીકે જોવો જોઈએ નહીં. ગુજરાત મહેસૂલ વિભાગ VMCને સમાન મૂલ્‍યની જમીન પ્રદાન કરશે.

અહેવાલ મુજબ, આ પ્‍લોટ ટાઉન પ્‍લાનિગ સ્‍કીમ ૨૨, ફાઇનલ પ્‍લોટ નંબર ૯૦ હેઠળ તાંડલજામાં સ્‍થિત છે. પઠાણ પરિવારનું ઘર નજીકમાં આવેલું છે. જુલાઈમાં, સ્‍પ્‍ઘ્‍ની સ્‍થાયી સમિતિએ આ પ્‍લોટની હરાજી માટે તૈયારી કરી હતી, જેની બોલી કિમત પ્રતિ ચોરસ મીટર રૂ.૨.૧૦ લાખ હતી. આ પ્‍લોટની અંદાજિત કિમત રૂ.૨૦.૫ કરોડ થાય છે. જોકે, પઠાણ દ્વારા કથિત અતિક્રમણની વાત સામે આવ્‍યા બાદ હરાજી અટકાવી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવ્‍યું હતું કે પ્‍લોટનો કેસ જ્‍યાં સુધી ઉકેલ ન આવે ત્‍યાં સુધી બંધ કરી શકાય નહીં.

હકીકતમાં, ૨૦૧૨ માં, પઠાણે VMC નો સંપર્ક કર્યો અને હરાજી વિના પ્‍લોટ માટે ૯૯ વર્ષના લીઝની વિનંતી કરી. તેમણે પોતાની અરજીમાં ક્રિકેટર તરીકેની પોતાની સ્‍થિતિ અને સુરક્ષા ચિતાઓનો ઉલ્‍લેખ કર્યો. જોકે, સ્‍પ્‍ઘ્‍ એ પઠાણની વિનંતી સ્‍વીકારી. તે સમયે કિમત આશરે રૂ.૫.૬ કરોડ હોવાનો અંદાજ હતો, અને ભૂતપૂર્વ ક્રિકેટર રકમ ચૂકવવા તૈયાર હતા. જોકે, ગુજરાત સરકાર તરફથી હરાજી વિના પ્‍લોટ ફાળવવાનો આદેશ જરૂરી હતો, અને ૨૦૧૪ માં, શહેરી વિકાસ વિભાગે દરખાસ્‍તને નકારી કાઢી. મ્‍યુનિસિપલ કોર્પોરેશને પાછળથી આરોપ લગાવ્‍યો કે દરખાસ્‍તને નકારી કાઢવામાં આવ્‍યા પછી પણ પઠાણે પ્‍લોટ પર વાડ કરી હતી.

૨૦૨૪ માં, પઠાણને અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ મળી હતી, જેની સામે લોકસભા સાંસદે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, ઓગસ્‍ટ ૨૦૨૫ માં, હાઇકોર્ટે ફાળવણી નકારવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્‍યું હતું. આ વર્ષે જૂનમાં સુનાવણી દરમિયાન, કોર્ટે ચુકવણી અથવા ફાળવણીની ઔપચારિકતાઓ વિના જમીન કેવી રીતે સંપાદિત કરી શકાય તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્‍યા હતા.

૩૧ ઓગસ્‍ટના રોજ, પઠાણે તેમના વકીલને કોર્ટમાંથી અપીલ પાછી ખેંચવા કહ્યું. વકીલે હાઇકોર્ટને જણાવ્‍યું હતું કે આ મામલો કોર્ટની બહાર ઉકેલી શકાય છે. નોંધનીય છે કે, રાજ્‍ય સરકારનો આદેશ ૧૩ ઓગસ્‍ટના રોજ જારી કરવામાં આવ્‍યો હતો, જે ૨૯ ઓગસ્‍ટના રોજ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચ્‍યો હતો. પઠાણે બે દિવસ પછી જ અપીલ પાછી ખેંચી લીધી હતી.

અખબાર સાથેની વાતચીતમાં, મ્‍યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્‍યું હતું કે ગુજરાત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ વિગતો હજુ સુધી અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી નથી.

(10:30 AM IST)