<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

યુસુફ પઠાણે ગેરકાયદે કબજે કરેલા પ્‍લોટની કિંમત રૂા.૨૦.૫૩ કરોડ

VMCએ પોતાની માલિકીના ૭ પ્‍લોટની કિંમત નક્કી કરી : અકોટામાં આવેલા ૨,૭૦૦ ચો.મી. પ્‍લોટની PF ઓફિસે માંગણી કરી

વડોદરા,તા.૧૯: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ગેરકાયદે કબજે કરેલા સ્‍પ્‍ઘ્‍ના ૯૭૮ ચો.મીટરના પ્‍લોટની પ્રતિ ચો.મીટર લેખે રૂા. ૨.૧૦ લાખ કિમત આંકી છે. એટલે, ૯૭૮ ચો. મીટરનો ભાવ રૂા. ૨૦.૫૩ કરોડ થાય છે. આ સિવાય અન્‍ય ૬ પ્‍લોટની પણ વેલ્‍યુએશન કરાવી તેના ભાવ જાહેર કરાયા છે. જે પૈકી એક પ્‍લેટ પી.એફ઼ ઓફિસ દ્વારા માંગણી કરાતા VMCએ આપવાનો નિર્ણય લઈ તેને લગતી દરખાસ્‍ત સ્‍થાયી સમિતિમાં રજૂ કરી છે. જેનો નિર્ણય આવતીકાલે શુક્રવારે મળનારી બેઠકમાં લેવાશે.

VMCને વિવિધ હેતુ માટે મળેલા ફાયનલ પ્‍લોટ વેચાણથી આપવા તેની મિનિમમ અપસેટ વેલ્‍યુ નક્કી કરવા વુડાની લેન્‍ડ ડિસ્‍પોઝલ કમિટીની ગત માર્ચમાં વુડા ભવન ખાતે બેઠક મળી હતી. જેમાં VMCને મળેલા ૭ફાયનલ પ્‍લોટોનું વેલ્‍યુએશન કરાયું હતું. આ ૭ પૈકી અકોટા ટીપી-૧માં આવેલા ૨,૭૦૦ ચો.મી. પ્‍લોટની માંગણી કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન (પી.એફ઼) ઓફિસે કરી છે. જેની પ્રતિ ચો.મી. રૂા.૨.૧૦ લાખ કિમત નક્કી કરાઈ છે. આ ભાવે PF ઓફિસને પ્‍લેટ આપવા દરખાસ્‍ત સ્‍થાયી સમિતિમાં રજૂ થઈ છે.

વધુમાં દરખાસ્‍તમાં જણાવાયું છે કે, ૭ પ્‍લોટની નક્કી કરેલી મિનિમમ અપસેટ વેલ્‍યુને મંજૂરી આપવા, સરકારી, અર્ધ સરકારી તેમજ લોકલ ઓથોરિટીને જાહેર હરાજી સિવાય સીધી ફાળવણી કરવા તથા જાહેર હરાજીમાં મિનિમમ અપસેટ વેલ્‍યુની સામે બોલવામાં આવેલી મહત્તમ બોલી ગ્રાહ્ય રાખી પ્‍લોટની ફાળવણી કરવાની સત્તા કમિશનરને અપાય.

નોંધનીય છે કે, તાંદલજામાં રહેતાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે તેમના ઘરની બાજુમાં આવેલો VMCની માલિકીનો ૯૭૮ ચો.મી.નો પ્‍લોટ સરકારની મંજૂરી વગર કબજે કરી લીધો છે. આ પ્‍લોટની પણ VMCએ મિનિમમ અપસેટ વેલ્‍યુ નક્કી દીધી છે. જેમાં પ્રતિ ચો.મીટર ભાવ રૂા. ૨.૧૦ લાખ રાખ્‍યો છે. જે પ્રમાણે ૯૮૭ ચો.મી.ના પ્‍લોટની ગણતરી કરીએ તો કિમત રૂા. ૨૦.૫૩ કરોડ થાય છે. આ પ્‍લોટ હજમ કરવાને લઈ તાજેતરમાં હાઈકોર્ટે પણ યુસુફને બરાબરની ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે યુસુફ પઠાણ પાસે પ્‍લોટને લગતાં દસ્‍તાવેજો પણ માંગ્‍યા છે

(9:52 AM IST)