News of Saturday, 18th July 2026
નાણાંભીડ-ઘર ન હોવાથી લગ્ન નથી કરી રહ્યા યુવાઓઃ ૪૭% યુવાઓ ટેન્શનમાં
૧૯૫૦માં પ્રતિ મહિલા ૫ બાળકો હતા, હવે આંકડો ૨ પર પહોંચ્યોઃ ૪૦ દેશોમાં ઓછા બાળકો જન્મી રહ્યા છે : ૭૩ દેશના યુવાઓ પર રિસર્ચઃ યુવાનોની પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે. ૯૦% યુવાનો માટે પૈસા અને સારું સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય

નવી દિલ્હી,તા.૧૮: તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રએ લાઈવઝ, ચોઈસ એન્ડ ફયુચર્સ અંગે એક અહેવાલ બહાર પાડ્યો. જેમાં નોંધ્યું છે કે પર્યાપ્ત રહેઠાણનો અભાવ અને પૈસાની અછત લગ્નમાં અવરોધ તરીકે કામ કરી રહ્યા છે.
આ યુએન રિપોર્ટ ભારત સહિત ૭૩ દેશોમાં યુવાનોના દ્રષ્ટિકોણ પર આધારિત છે. આ અભ્યાસમાં ૧૮ થી ૩૯ વર્ષની વયના ૧૦૮,૦૦૦ થી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો - ખાસ કરીને ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવતા લોકો. તેમને સંબંધો, બાળકો અને જવાબદારીઓ વિશે પ્રશ્નો પૂછાયા હતા. આ અહેવાલમાં ઘણી મુખ્ય મહત્વપૂર્ણ બાબતો જાહેર કરવામાં આવી છેઃ વર્ષ ૧૯૫૦ અને ૧૯૬૦ ની વચ્ચે, વૈશ્વિક સરેરાશ પ્રતિ ષી આશરે પાંચ બાળકો હતી; ૨૦૨૪ સુધીમાં, આ આંકડો ઘટીને બે થી થોડો વધારે રહી ગયો, અને ૨૧૦૦ સુધીમાં તે ઘટીને ૧.૮ થવાનો અંદાજ છે.
અહેવાલમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે, સર્વે કરાયેલા લગભગ ૫૫્રુ દેશોમાં લોકો ઓછા બાળકો રાખવાને પ્રાથમિકતા આપે છે, જે સૂચવે છે કે ભવિષ્યમાં લગભગ ૪૦ દેશોમાં વસ્તી ઘટી શકે છે. સ્થિર વસ્તી જાળવવા માટે, સરેરાશ પ્રજનન દર પ્રતિ સ્ત્રી ૨.૧ બાળકો હોવો જોઈએ.
સર્વેમાં સામેલ બે તૃતીયાંશથી વધુ યુવાનોએ લગ્ન કરવા અને જીવનસાથી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. લગભગ ૮૦્રુ લોકોએ જણાવ્યું હતું કે માતાપિતા બનવા માટે સારા જીવનસાથી હોવું જરૂરી છે, બંને વચ્ચે મજબૂત ભાગીદારી હોવી જોઈએ. ૨૫ થી ૩૯ વર્ષની વયના લગભગ ૨૫% પુરુષોએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં સિગલ છે, જોકે તેઓ જીવનસાથી ઇચ્છે છે. લગભગ ૫૭% લોકોએ જણાવ્યું કે, લગ્ન કરવામાં પૈસા, સારું ઘર મુખ્ય અવરોધો છે.
રિપોર્ટ મુજબ વિશ્વભરમાં મહિલાઓ હજુ પણ બાળકો પેદા કરવા અને પોતાના સ્વાસ્થ્ય અંગે નિર્ણય લેવામાં સંપૂર્ણ સ્વાયત્તતાનો અભાવ ધરાવે છે. સ્ત્રીઓ આર્થિક સંકટ, વંધ્યત્વ અને અન્ય લાંબા સમયની બીમારીઓ વિશે પુરુષો કરતાં વધુ ચિતિત હોય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, સમાજનો એક ભાગ છોકરીઓ નાની ઉંમરે માતા ન બનવાને સમસ્યા તરીકે જુએ છે, જોકે આ વાસ્તવમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાની મોટી જીત છે. નાની ઉંમરે માતા બનવાથી અનેક સ્વાસ્થ્ય જોખમો રહે છે અને છોકરીઓના શિક્ષણમાં ખલેલ પહોંચે છે; યોગ્ય ઉંમરે માતા બનવાથી આવી ઘણી સમસ્યાઓ ટાળવામાં મદદ મળે છે. એક યુવકે જણાવ્યું કે, બાળકને દુનિયામાં લાવવું એ ફક્ત પહેલું પગલું છે; વાસ્તવિક પડકાર તેમને ઉછેરવામાં રહેલો છે.
રિપોર્ટ મુજબ, બદલાતા સમય સાથે યુવાનોની પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે. ૯૦% યુવાનોએ જણાવ્યું હતું કે, તેઓ પૈસા અને સારા સ્વાસ્થ્યને તેમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય માને છે. આ બે વસ્તુઓ વિના તેમના સપના પૂરા કરવા ખૂબ મુશ્કેલ છે. જો કે, ૭૩% યુવાનોનો મત અલગ છે; તેમની પ્રાથમિકતાઓ થોડી અલગ છે, તેના બદલે તેઓ તેમના જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમના પરિવારોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરમિયાન, ૨૪% યુવાનોએ સૂચવ્યું કે મિત્રોનું મોટું નેટવર્ક તેમના જીવનમાં સૌથી ઓછું મહત્વ ધરાવે છે, જે સૂચવે છે કે તેઓ મિત્રો બનાવવા પર વધુ ભાર મૂકતા નથી.
અભ્યાસમાં ભાગ લેનારા ૫૫.૫% યુવાનોએ જણાવ્યું હતું કે, તેઓ શિક્ષણ દ્વારા વધુ સારા કારકિર્દી બનાવવાનું લક્ષ્ય રાખે છે. દરમિયાન, ૫૩.૮% લોકોએ તેમના માતાપિતાથી દૂર સ્વતંત્ર રીતે રહેવાને પ્રાથમિકતા આપી. ૪૪.૯% લોકોએ સૂચવ્યું કે તેમની પ્રાથમિકતા તેમના પરિવારો સાથે રહીને જીવનમાં આગળ વધવાની છે.
અભ્યાસમાં સમાવિષ્ટ ૭૩ દેશોના ૫૪.૩% યુવાનોએ વિવિધ દેશોમાં ચાલી રહેલા યુદ્ધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, સાથે તેમની પોતાની સલામતી માટે સતત ભય પણ હતો. ૪૮.૯% લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ સમાજમાં વધતી આર્થિક અસમાનતાથી ખૂબ જ પરેશાન છે, આ યુવાનો એઆઈ અંગે સકારાત્મક દેખાયા હતા; ફક્ત ૨૧.૮% લોકોએ એઆઈ ને કોઈપણ પ્રકારનો ખતરો હોવાનું માન્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના અભ્યાસમાં સમાવિષ્ટ ૭૩ દેશોમાં, સૌથી મોટો જૂથ - જેમાં ૧૬ દેશોનો સમાવેશ થાય છે તે એશિયા-પેસિફિક ક્ષેત્રનો છે. ભારત ઉપરાંત, આ પ્રદેશમાં બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ સર્વેમાં પૂર્વી યુરોપ અને મધ્ય એશિયાના ૧૫ દેશો, લેટિન અમેરિકા અને કેરેબિયનના ૧૩ દેશો, પヘમિ યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના જૂથમાંથી ૧૨ દેશો, ૮ આરબ રાષ્ટ્રો અને પૂર્વી અને દક્ષિણ આફ્રિકાના ૬ દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પヘમિ અને મધ્ય આફ્રિકા ક્ષેત્રના ફક્ત ત્રણ દેશો કેમરૂન, ઘાના અને નાઇજીરીયા આ અભ્યાસનો ભાગ હતા
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
