તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
યુવાન લોક-અપની ચાવી ગળી ગયો, પાછી મેળવવા પોલીસે ૧૦ કિલો કેળાં ખવડાવ્યાં

બેન્ગલોર,તા.૧૧: બેન્ગલોરમાં એક વિચિત્ર ઘટના ઘટી. એક કિશોર ગુમ થયો હોવાના કેસમાં પકડવામાં આવેલા રામુ નામના એક યુવકે એક રૂરલ પોલીસ-સ્ટેશનના લોક-અપની ચાવી ઝડપીને ગળી લીધી હતી. તેને હતું કે ચાવી નહીં હોય તો તેને લોક-અપમાં બંધ નહીં કરવામાં આવે, આવું થશે તો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી તે ભાગી જઈ શકશે. ચાવી ખાસ્સી મોટી હોવાથી યુવાનને નુકસાન થઈ શકે એમ હોવાથી પોલીસ તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હોસ્પિટલમાં પણ ડોક્ટરે પહેલાં સર્જરી કરવાને બદલે પોટીના માર્ગેથી ચાવી નીકળે એનો ઑપ્શન વાપરવા કહ્યું. એટલે પોલીસોએ યુવાનને ૩ દિવસ સુધીમાં ૧૦ કિલો કેળાં ખવડાવ્યાં જેથી પોટીમાં ચાવી નીકળી જાય અને આખરે સફળતા મળી પણ ખરી.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
