<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ભારે કરી યુવકે કુહાડીથી પ્રાઈવેટ પાર્ટ કાપી કૂવામાં ફેંકી દીધો

આવું એટલા માટે કર્યું કે ભવિષ્‍યમાં તેનાથી કોઈ પાપ ન થાયઃ એક અજીબોગરીબ કિસ્‍સો

છતરપુર તા.૧: મધ્‍ય પ્રદેશના છતરપુરમાંથી એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક યુવકે પોતાનું ગુપ્તાંગ એટલે કે પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્‍યો હતો. આ ઘટના મહારાજપુર વિસ્‍તારની છે, જ્‍યાં ૪૨ વર્ષના રામ નારાયણ યાદવ નામના યુવકે પાપથી બચવા માટે પોતાનું ગુપ્તાંગ કાપીને કૂવામાં ફેંકી દીધું. આ શખ્‍સ જ્‍યારે લોહીલુહાણ થયો તો પરિવારે તેને જિલ્‍લા હોસ્‍પિટલમાં દાખલ કર્યો, જ્‍યાં ડોક્‍ટર તેની સારવાર કરી રહ્યા છે.

પીડિત રામ નારાયણ યાદવનું કહેવું છે કે તેને પ્રાઈવેટ પાર્ટ કાપવાનું જરા પણ દુઃખ નથી. તેણે આવું એટલા માટે કર્યું કે ભવિષ્‍યમાં તેનાથી કોઈ પાપ ન થાય. તેણે જણાવ્‍યું કે, કુહાડીથી તેણે પ્રાઈવેટ પાર્ટ કાપી કૂવામાં ફેંકી દીધો. તેણે જણાવ્‍યું કે, નિર્મળ આત્‍મા બની રહે એ જ તેની ઈચ્‍છા છે. ક્‍યાં સુધી આ બધી જંજાળમાં ફસાયેલો રહું. જ્‍યારે યુવકને પૂછવામાં આવ્‍યું કે શું તમે સાધુ બનવાની ઈચ્‍છા ધરાવો છો, તો તેણે હા પાડી. રામ નારાયણે કહ્યું કે તે સંત બનવા માગે છે.

કહેવાય છે કે રામ નારાયણ યાદવની પત્‍ની લાંબા સમયથી પેરલિસિસથી પીડિત છે અને તેમને પરિવારમાં બે દીકરા અને બે દીકરી પણ છે. મોટી દીકરાના લગ્ન જૂનમાં ૨૦ તારીખે થવાના છે. આ અગાઉ તેમણે આવું પગલું ભર્યું છે.

સર્જન મનોજ ચૌધરીએ કહ્યું કે, ૪૦ વર્ષનો શખ્‍સ મહારાજપુર વિસ્‍તારમાંથી આવ્‍યો છે. તેણે જણાવ્‍યું કે એક કુહાડીથી પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્‍યો. તે હાલમાં ગંભીર રીતે ઘાયલ છે. પ્રાઈવેટ પાર્ટ અલગ થઈ ગયો છે અને ઘણું લોહી વહી ચૂક્‍યું છે. દર્દીનું કહેવું છે કે તે હેરાન થતો હતો, તેના કારણે આવું પગલું ભર્યું છે

(10:03 AM IST)