તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પાળેલો પોપટ પાછો લાવી આપનાર માટે યુવાને જાહેર કર્યું ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

કન્નોજ,તા.૭: ઉત્તર પ્રદેશના કન્નોજમાં રહેતા અર્જુન જોશીના પરિવારનો પાળેલો પોપટ ગાયબ થઈ ગયો છે. આ પોપટ તેમના ઘરમાં એમ જ ઊડાઊડ કરતો રહેતો હતો. તેને કદી પાંજરે પૂરવામાં નહોતો આવતો. જોકે ૧૪ સપ્ટેમ્બરે તેમના ઘરમાં અચાનક એક બિલાડી આવી ચડી. બિલાડી આ પોપટની પાછળ પડી. જીવ બચાવવા પોપટભાઈ ઘરની બહાર ઊડી ગયા. એ પછી પોપટ પાછો આવ્યો જ નહીં. અર્જુનને આ પોપટ ૧૪ વર્ષ પહેલાં ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. અર્જુન નજીકના ગામમાં ગયો હતો ત્યારે રસ્તા પર એ ઘાયલ મળ્યો હતો. અર્જુન તેને પ્રાણીઓના ડોક્ટર પાસે લઈ ગયો અને તેની સારવાર કરાવી. એ પછી તો પોપટ તેની સાથે જ રહેવા લાગ્યો. પોપટ અર્જુન સાથે વાતો પણ કરતો હતો અને બન્ને વચ્ચે ઘેરી દોસ્તી થઈ ગઈ હતી. જોકે અચાનક પોપટ જતો રહ્યો હોવાથી હવે અર્જુનને સૂનું લાગે છે. તેણે કન્નોજમાં પોસ્ટર્સ છપાવીને મૂક્યાં છે જેમાં લખ્યું છે કે આ પોપટ શોધી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
