તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 19th October 2026
માત્ર દુનિયા ફરવા અને રીલ્સ બનાવવાના મળશે રૂપિયા ૯૫ લાખ!
વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન ની કંપની ‘વર્જિન ગ્રૂપ' કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આવી જ એક આકર્ષક નોકરી લઈને આવી છે

નવી દિલ્હી,તા.૧૯: આજના ડિજિટલ યુગમાં નવી-નવી જગ્યાઓએ ફરવું અને સુંદર રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ મોટાભાગના લોકો નોકરી અને રોજિદા કામકાજના બોજ તળે પોતાના આ શોખને પૂરો કરી શકતા નથી. ઘણા યુવાનો કન્ટેન્ટ ક્રિએટર બનવાનું સપનું જોતા હોય છે, પરંતુ ઓફિસની ડેસ્ક જોબ વચ્ચે એ સપનું ફાઈલોમાં જ દબાઈ જાય છે.
પરંતુ જો તમને માત્ર વિશ્વભરમાં મુસાફરી કરવા, રોમાંચક એડવેન્ચર માણવા અને તેના વીડિયો-રીલ્સ બનાવવાના બદલામાં લાખો રૂપિયાનો પગાર મળે તો? આ કોઈ કલ્પના નથી. વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન ની કંપની 'વર્જિન ગ્રૂપ' કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આવી જ એક આકર્ષક નોકરી લઈને આવી છે.
વર્જિન ગ્રૂપે તેના સ્પેશિયલ પ્રોગ્રામ 'Virgin Red' હેઠળ 'હેડ ઓફ યસ' નામની અનોખી પોસ્ટ બહાર પાડી છે. આ પદ માટે પસંદ થનાર વ્યક્તિએ ઓફિસની ડેસ્ક પર બેસવાનું નથી. તેમનું કામ દુનિયાભરના અદ્વુત સ્થળોની મુલાકાત લેવી, અનોખી સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને પોતાના અનુભવોને આકર્ષક રીલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર રજૂ કરવાનું રહેશે.
આ જોબ જાન્યુઆરી ૨૦૨૭થી શરૂ થશે અને તે છ મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર રહેશે. અમેરિકાના ઉમેદવારો માટે વાર્ષિક એક લાખ ડોલર અને બ્રિટનના ઉમેદવારો માટે ૭૫ હજાર પાઉન્ડ સુધીનું પેકેજ નક્કી કરાયું છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ વાર્ષિક આશરે રૂપિયા ૯૫ લાખ જેટલી થાય છે.
સામાન્ય રીતે કોઈપણ મોટી બ્રાન્ડ જ્યારે કન્ટેન્ટ ક્રિએટરની ભરતી કરે છે ત્યારે લાખો ફોલોઅર્સ, બ્લૂ ટિક કે પ્રોફેશનલ પોર્ટફોલિયોની માંગણી કરે છે. પરંતુ વર્જિન ગ્રૂપની આ નોકરીમાં આવી કોઈ શરત નથી. તમારે કોઈ મોંઘા સાધનોથી બનેલી શો-રીલ બતાવવાની જરૂર નથી.
રિચાર્ડ બ્રેન્સને પોતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે આ કોઈ લોટરી કે લકી ડ્રો નથી, પરંતુ સંપૂર્ણપણે યોગ્યતા અને ટેલેન્ટના આધારે અપાતી પગારદાર જોબ છે. કંપનીને માત્ર એક એવા ઉત્સાહી વ્યક્તિની શોધ છે જે જીવનના નવા પડકારો અને તકોને દિલથી 'Yes' કહેવાની હિમત ધરાવતો હોય, કેમેરા સામે કુદરતી રહી શકતો હોય અને સ્ટોરીટેલિગની કળા જાણતો હોય.
આ ડ્રીમ જોબ માટે અરજી કરવાનો અંદાજ પણ સામાન્ય ફોર્મ ભરવા જેવો નથી, પરંતુ એકદમ ક્રિયેટીવ છે. હાલના તબક્કે આ પોસ્ટ માટે માત્ર અમેરિકા (US) અને બ્રિટન (UK) માં રહેતા લોકો જ અરજી કરવા પાત્ર છે. અરજી કરનાર ઉમેદવારોએ પોતાનો એક નાનો અને રસપ્રદ વીડિયો બનાવવાનો રહેશે.
આ વીડિયોમાં પોતાના જીવનનો એવો સાચો કિસ્સો શેર કરવાનો રહેશે કે જ્યારે ડર્યા વગર તેમણે કોઈ નવા અને અજાણ્યા સાહસ માટે 'Yes' કહ્યું હોય અને તે એક નિર્ણયો તેમનું જીવન બદલી નાખ્યું હોય. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક પર અપલોડ કરવાનો રહેશે. પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં #HeadOfYes હેશટેગ વાપરવો અને @Virginના સત્તાવાર પેજને ટેગ કરવું ફરજિયાત છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦મી ઓક્ટોબર રાતે ૧૧.૫૯ વાગ્યા સુધીની છે
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
