<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

"તમે ભલે અમને ગોળી મારી દો, પણ અમે ક્યારેય જુદા નહીં થઈએ...": પતિના મૃત્યુ બાદ 45 વર્ષીય સાસુ પોતાના જ 26 વર્ષીય જમાઈના પ્રેમમાં આંધળી બની!

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સાસુ અને જમાઈની અજબ પ્રેમ કહાની સામે આવી છે; બાળકો અને પરિજનોના ભારે વિરોધ તથા પોલીસ સ્ટેશનમાં હોબાળા છતાં બંનેએ સાથે જીવવા-મરવાની કસમો ખાધી.

મૈનપુરી : ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે, જેને જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. અલીગઢના ચર્ચાસ્પદ કિસ્સા બાદ હવે મૈનપુરીના ખડગજીત નગરમાં 45 વર્ષીય સાસુ તેનાથી લગભગ અડધી ઉંમરના એટલે કે 26 વર્ષીય જમાઈના પ્રેમમાં એટલી બધી પાગલ બની ગઈ કે તેણે સમાજ કે પોતાના સંતાનોની પણ પરવા ન કરી. પતિના અવસાન બાદ શરૂ થયેલી આ અકલ્પનીય પ્રેમ કહાની હવે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ખડગજીત નગરમાં રહેતી 45 વર્ષીય મહિલાના પતિનું થોડા સમય પહેલાં જ અચાનક અવસાન થયું હતું. મહિલાને કુલ પાંચ સંતાનો છે, જેમાંથી એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા હતા. પતિના મૃત્યુના દુઃખમાંથી બહાર આવવાને બદલે આ મહિલા પોતાના જ જમાઈના પ્રેમમાં ગરકાવ થઈ ગઈ. શરૂઆતમાં બંનેએ પોતાના આ સંબંધને ગુપ્ત રાખ્યો હતો અને છાનામાના મળતા હતા, પરંતુ ધીમે ધીમે આ વાતની ગંધ પરિવારજનો અને બાળકોને આવી ગઈ.

 

બાળકોએ વિરોધ કર્યો તો જીવ આપવાની ધમકી આપી

જ્યારે મહિલાના બાળકોને પોતાની જ માતા અને બનેવી (સાળા) વચ્ચેના આ અસંસ્કારી અને અકુદરતી સંબંધની જાણ થઈ, ત્યારે ઘરમાં ભારે હોબાળો મચી ગયો. ગુસ્સે ભરાયેલા સંતાનોએ આ સંબંધ સામે સખત વિરોધ નોંધાવ્યો. આસપાસના લોકો પણ આ પ્રકરણ જોઈને સ્તબ્ધ થઈ ગયા. મામલો વધી જતાં પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ પણ સાસુ અને જમાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, "તમે ભલે અમને ગોળી મારી દો, પણ અમે એકબીજાથી ક્યારેય અલગ નહીં થઈએ અને સાથે જ રહીશું." એટલું જ નહીં, જો તેમને છૂટા પાડવામાં આવશે તો તેઓએ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી હતી.

 

પોલીસે શું કાર્યવાહી કરી?

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે બંને પક્ષો પોલીસ સ્ટેશને આવ્યા હતા, પરંતુ કોઈ તરફથી કોઈ લેખિત ફરિયાદ આપવામાં આવી ન હતી. પોલીસે કાયદાકીય મર્યાદાને ધ્યાનમાં રાખીને બંને પક્ષોનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને તેમને ઘરે મોકલી દીધા છે. જો ભવિષ્યમાં કોઈ લેખિત ફરિયાદ મળશે તો પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.

 

શું આપના મતે સામાજિક મર્યાદાઓ અને સંબંધોની પવિત્રતા જાળવવા માટે આવા કિસ્સાઓમાં કાનૂની કે સામાજિક સ્તરે કોઈ સખત પગલાં લેવા જોઈએ?

(7:09 PM IST)