તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
યુપીના ચૂંટણી જંગમાં ‘અખિલેશ કરતાં યોગી શ્રેષ્ઠ’ નારાની ચર્ચા, ભાજપે નવી પેઢી અને કલ્યાણ યોજનાઓ પર નજર ગોઠવી દીધી
બે કલાકની મેરેથોન બેઠકમાં સંતોષ-તાવડેનું મંથન, મહિલાઓ-યુવાનો સુધી સરકારી લાભ પહોંચાડવા સંગઠનને મેદાને ઉતારવાની તૈયારી

લખનઉ : ઉત્તર પ્રદેશમાં વર્ષa ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી છે. લખનઉ સ્થિત પ્રદેશ કાર્યાલયમાં બે કલાકથી વધુ સમય ચાલેલી બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના, સંગઠનની કામગીરી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રદેશ પ્રભારી વિનોદ તાવડે, સહપ્રભારી જગદીશ પટેલ, પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા નાયબ મુખ્યમંત્રીઓ કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક હાજર રહ્યા હતા.
ચૂંટણીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ, કાયદો-વ્યવસ્થા અને હિન્દુ મતદારોના એકીકરણને કેન્દ્રમાં રાખવાની ચર્ચા છે. ‘અખિલેશ કરતાં યોગી શ્રેષ્ઠ’ નારો પ્રચારમાં ઉતારવાની સંભાવના અંગે અહેવાલો આવ્યા છે, પરંતુ ભાજપે આ નારાની સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી તેને અંતિમ નિર્ણય નહીં, વિચારાધીન ચૂંટણી સૂત્ર ગણવામાં આવી રહ્યું છે.
બેઠકમાં મહિલાઓ, યુવાનો અને નવી પેઢીની અપેક્ષાઓ ઉપર ખાસ ધ્યાન અપાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થનારા ‘સેવા સંકલ્પ’ અને ‘સુશાસન’ અભિયાનની તૈયારીઓ પણ સમીક્ષાઈ હતી. ભાજપે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક વધારી ચૂંટણી પહેલાં સંગઠનને બૂથ સ્તરે વધુ સક્રિય બનાવવાનો સંકેત આપ્યો છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
