તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
નાથ સંપ્રદાયના પવિત્ર સ્થળોના સંરક્ષણ અંગે સંતો સાથે યોગી આદિત્યનાથની મહત્વપૂર્ણ ચર્ચાની વિડીયો વાયરલ
યોગીજી સાંસદ હતા એ વખતના જુના વિડીયોમાં તેઓ ત્રંબકેશ્વર -નાસિકની પ્રાચીન ધરા પર પર્વતીય અને જંગલ વિસ્તારમાં સંતો-મહંતો સાથે જમીન પર બેસીને ગહન ચર્ચા કરતા જોવા મળે છે

રાજકોટઃ તા.૨૫, તાજેતરમાં સામે આવેલા એક જુના વીડિયોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરક્ષપીઠાધીશ્વર યોગી આદિત્યનાથ પ્રકળતિના ખોળામાં, ત્રંબકેશ્વર નાસિકની પ્રાચીન ધરા પર પર્વતીય અને જંગલ વિસ્તારમાં સંતો-મહંતો સાથે જમીન પર બેસીને ગહન ચર્ચા કરતા જોવા મળે છે. એ વખતે યોગીજી સાંસદ હતા. આ વીડિયોમાં તેઓ નાથ સંપ્રદાયના પવિત્ર સ્થળોના સંરક્ષણ, સંવર્ધન અને ત્યાં સાધકો માટે સાધના કુટીર (ધ્યાન કેન્દ્ર) ઊભા કરવા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
યોગી આદિત્યનાથજી ચર્ચા દરમિયાન કહે છે કે, બધાને ઉપદેશ ગોરખનાથજીએ અહિં આપ્યો હતો. ત્યારે એક સાધુએ કહ્યું આજે આપ કેટલાય લોકોને સાથે લઇ આવ્યા. અમે તો પહેલીવાર આ જગ્યાએ આવ્યા છીએ. તમે પહેલીવાર આવ્યા? યોગીજીએ કહે છે નહીં હું બીજીવાર અહિં આવ્યો છુ. વાતચીત દરમિયાન એક સંત તેમને પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવા માટે આપે છે, પરંતુ યોગી આદિત્યનાથ ત્યાં પાણી પીવાની ના પાડે છે. તેઓ કહે છે કે, ‘‘આ એક અત્યંત પવિત્ર સ્થળ છે, અહીં પાણી નહીં પીએ, બહાર જઈને પીશું.''આ બાબત તેમની પવિત્ર સ્થળો પ્રત્યેની ઊંડી આસ્થા અને શ્રદ્ધા દર્શાવે છે.વાતચીત દરમિયાન યોગી આદિત્યનાથજી સ્પષ્ટ કરે છે કે નાથ સંપ્રદાય સાથે જોડાયેલા પવિત્ર તથા યોગ સાધના સાથે જોડાયેલ સ્થળોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે. આ સ્થળો યોગ અને સાધનાના કેન્દ્રો બની રહે તે માટે તેઓ અન્ય સંતો સાથે રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. યોગીજી ચિંતા વ્યક્ત કરે છે કે જો આ ખુલ્લી જગ્યાઓ પર ધ્યાન નહિ અપાય તો ધીમે ધીમે લોકો તેના પર કબજો કરી લેશે. જે બધા આપણા યોગેશ્વર છે તેમને જવાબદારી સોંપી જે તે જગ્યાનું ધ્યાન રાખે.
વિડીયોમાં સ્પષ્ટ રીતે યોગી આદિત્યનાથ સ્થળ પર ૨ થી ૪ ‘સાધના કુટીર'બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. એક કુટીર નીચે બની રહી છે તેમ જણાવી તેમનોઉદ્દેશ્ય એ છે કે જે યોગીઓ, સાધકો અથવા શ્રદ્ધાળુઓ અહીં યોગ અને ધ્યાન માટે આવવા માંગતા હોય, તેઓ શાંતિથી રહી શકે અને સાધના કરી શકે.જેમને સાધના માટે જાણકારી મેળવવી છે કે યોગ માટે જાણકારી મેળવવી છેતેમના માટે એક વિશેષ કાર્યક્રમ આ સ્થળે બનાવવાની તેઓ રજુઆત કરીરહ્યા છે.
આ પવિત્ર સ્થાનની દેખરેખ અને સુરક્ષા માટે બાઉન્ડ્રી વોલ (દીવાલ) બનાવીને આગળ એક ગેટ લગાવવાનું સૂચન તેઓ કરે છે. ચર્ચામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સ્થળોની જાળવણી માટે અલગ-અલગ યોગેશ્વરો (સંતો/સાધકો) ને જવાબદારી સોંપવામાં આવે, જેથી કોઈને કોઈ ત્યાં હાજર રહે અને સ્થળની સુરક્ષા તેમજ સાધના અવિરત ચાલતી રહે. શરૂઆતમાં તેઓ સંતોને પૂછે છે કે તમારામાંથી અહીં પહેલીવાર કોણ આવ્યું છે અનેબીજીવાર કોણ આવ્યું છે, જેના પરથી ત્યાંની મુલાકાતો અને સક્રિયતા અંગે માહિતી મળે છે.
વીડિયો સ્પષ્ટ કરે છે કે યોગી આદિત્યનાથ રાજકીય જવાબદારીઓની સાથે સાથે નાથ સંપ્રદાયના એક સર્વોચ્ચ સંત તરીકે પોતાની ધાર્મિક અને સાંસ્કળતિક ફરજો પ્રત્યે પણ સમાન રીતે ગંભીર છે. તેઓ પ્રાચીન સાધના સ્થળોને પુનર્જીવિત કરવા અને ભવિષ્યના સાધકો માટે સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવા કટિબદ્ધ જોવા મળે છે.(જુનો વિડીયો જોવાhttps://x.com/i/status/2069490882425106513)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
