News of Friday, 3rd July 2026
વડાપ્રધાન પદની રેસમાં યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિયઃ અમિત શાહને ૨૨ ટકા સમર્થન
લાઈવ હિંદુસ્તાનના એક રસપ્રદ સર્વેમાં પ્રજાનો મિજાજ જોવા મળ્યો

નવી દિલ્હી, તા.૩: વડાપ્રધાન મોદીએ ૧૦ જૂન ૨૦૨૬ના રોજ સતત ૪,૩૯૯ દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા રાષ્ટ્રીય નેતા બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા શાસનકાળના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. આ દરમિયાન, લાઈવ હિન્દુસ્તાન દ્વારા જૂન મહિનામાં પ્રજાનો મિજાજ જાણવા માટે એક રસપ્રદ પોલ (મતદાન) હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદીના સંભવિત ઉત્તરાધિકારી કોણ હોઈ શકે તેવો સવાલ પૂછાયો હતો. આ સર્વેના પરિણામો અત્યંત આヘર્યજનક અને એકતરફી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૫૮ ટકા મતો સાથે જનતાની પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ ૨૨ ટકા સમર્થન સાથે બીજા ક્રમે અને નીતિન ગડકરી માત્ર ૫ ટકા મતો મેળવી શકયા છે.
૨૦૨૫માં પીએમ મોદીની નિવળત્તિ અંગે ચાલી રહેલી તમામ અટકળોને ભાજપના ટોચના નેતાઓએ સરેઆમ ફગાવી દીધી છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના દિગ્ગજોએ સ્પષ્ટ કર્યું છે કે મોદી વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પછી પણ દેશનું નેતળત્વ કરતા રહેશે.
રાજકીય ગલિયારાઓમાં આ સર્વેની ભારે ચર્ચા વચ્ચે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ભૂતકાળમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજકારણ તેમનો પૂર્ણ-સમયનો વ્યવસાય નથી, તેઓ મૂળભૂત રીતે એક યોગી છે અને હજી પણ ઉત્તર પ્રદેશની જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સળંગ ૯,૦૦૦થી વધુ દિવસો જનસેવામાં વિતાવ્યા છે ત્યારે ભાજપ હજુ પણ તેમના સક્ષમ નેતળત્વ હેઠળ જ આગળ વધવા માંગે છે, જેણે વિપક્ષી છાવણીમાં ચિંતા વધારી દીધી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
