તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
વોશિંગ્ટન પહોંચતા જ શી જિનપિંગનું મોટું નિવેદન: 'ચીન અને અમેરિકા હરીફ નહીં, ભાગીદાર બને', ટ્રમ્પ-મેલાનિયાએ કર્યું ભવ્ય સ્વાગત
ચીની રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય સંબંધોમાં સ્થિરતા અને સહયોગ પર મૂક્યો ભાર; કહ્યું- 'મેકિંગ અમેરિકા ગ્રેટ અગેઇન' અને ચીનનું પુનરુત્થાન એકસાથે શક્ય

વોશિંગ્ટન, તા.૨૪: અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. બુધવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ચીન અને અમેરિકાએ એકબીજાના હરીફ કે પ્રતિસ્પર્ધી બનવાને બદલે એકબીજાના ભાગીદાર (પાર્ટનર) બનવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને મહાસત્તાઓ નવા યુગમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને દ્વિપક્ષીય સહયોગનો યોગ્ય માર્ગ શોધી લેશે.
મેરીલેન્ડ સ્થિત 'જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ' એરપોર્ટ પર શી જિનપિંગ અને તેમના ધર્મપત્ની પેંગ લિયુઆનનું આગમન થતાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે વ્યક્તિગત રીતે હાજર રહીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગતની આ વિશેષ શૈલી બંને દેશો વચ્ચેની રાજદ્વારી ગંભીરતા દર્શાવે છે. પોતાના લેખિત ભાષણમાં શી જિનપિંગે જણાવ્યું હતું કે મે મહિનામાં ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન વ્યૂહાત્મક સ્થિરતા પર જે સંમતિ સધાઈ હતી, તે જ દ્વિપક્ષીય સંબંધોના ભાવિની સાચી દિશા નક્કી કરે છે.
જિનપિંગે વધુમાં ઉમેર્યું કે ચીન અને અમેરિકાના હિતો એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ચીની રાષ્ટ્રનો મહાન વિકાસ અને ડોનાલ્ડ ટ્રમ્પનો 'મેકિંગ અમેરિકા ગ્રેટ અગેઇન' (MAGA) નો સંકલ્પ એકબીજાના વિરોધી નથી, પરંતુ બંને સાથે મળીને ચાલી શકે છે અને સમગ્ર વિશ્વને તેનો લાભ પહોંચાડી શકે છે." તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ ટ્રમ્પ સાથે વૈશ્વિક પરિસ્થિતિ, આર્થિક સંબંધો અને બંને દેશોના મુખ્ય મુદ્દાઓ પર સકારાત્મક અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
