તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
વાહ ભૈ વાહ... દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં બ્રિકસ બેઠક
રાજયના પાટનગરમાં ૧૧-૧૨ મેના રોજ સમિટઃ ૧૧મીએ પીએમ મોદી હાજર રહેશે

નવી દિલ્હી તા.૨૯: ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. જે અંગે મળતી માહિતી મુજબ, ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી ૧૧ અને ૧૨ મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે, જેને લઈને સુરક્ષા અને પ્રોટોકોલને લઈને તંત્ર એલર્ટ પર છે.
આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં ‘‘યુથ સબ-ગ્રુપ'' પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી. યુવાનોને ગ્લોબલ પોલિસી મેકિગમાં કેવી રીતે જોડવા અને નવી જનરેશનને BRICS સાથે કેવી રીતે કનેક્ટ કરવી તે મુદ્દાઓ આગળ આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે ગાંધીનગર બેઠકમાં શું નવું આવશે? સૂત્રો માને છે કે આ વખતની બેઠક માત્ર ચર્ચા સુધી સીમિત નહીં રહે, પરંતુ ‘‘પોલિસી ડાયરેક્શન'' આપતી બની શકે છે. ખાસ કરીને BRICS ગઠબંધન હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે, તે ધ્યાનમાં લેતા આ બેઠક નિર્ણાયક બની શકે છે.
BRICS પાસે કાયમી સચિવાલયનો અભાવ છે, જેના કારણે નિર્ણય પ્રક્રિયા ધીમી પડે છે. ઉપરાંત, નવા સભ્યો જોડાતા આંતરિક મતભેદો વધ્યા છે કેટલાક દેશો પヘમિ સાથે નજીક છે, જ્યારે કેટલાક તેના વિરોધમાં છે. આ વિરોધાભાસો ગઠબંધનની એકતા પર સીધી અસર કરે છે. આર્થિક મોરચે પણ સ્થિતિ મજબૂત નથી. ચીનની વૃદ્ધિ એક પડકાર, રશિયા પરના પ્રતિબંધો અને વૈશ્વિક અનિヘતિતા ગ્ય્ત્ઘ્લ્ની અસરકારકતાને અસર કરે છે. વિશ્વ વેપારમાં નોંધપાત્ર હિસ્સો હોવા છતાં સભ્યો વચ્ચેનો આંતરિક વેપાર હજુ ખૂબ ઓછો છે.
આ પરિસ્થિતિમાં ગાંધીનગર બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ દિશામાં આગળ વધવાની શક્યતા છે. તેમાં કાયમી સચિવાલયની રચના, નાણાકીય એકીકરણ, વૈકલ્પિક ફાઇનાન્શિયલ સિસ્ટમ, અને સભ્યો વચ્ચે વેપાર વધારવા માટેના પગલાં જેવા મુદ્દાઓ ચર્ચામાં આવી શકે છે. સાથે સાથે યુથ સબ-ગ્રુપને વધુ સ્ટ્રક્ચર્ડ બનાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. રાજકીય રીતે પણ આ બેઠક ભારત માટે મહત્વપૂર્ણ છે. ૨૦૨૬ના અધ્યક્ષપદ પહેલાં ભારત ગ્ય્ત્ઘ્લ્માં પોતાની ભૂમિકા વધુ મજબૂત કરવા માટે આ મંચનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી બાદ હવે ગાંધીનગર BRICS માટે માત્ર સ્થળ બદલાવ નહીં, પણ દિશા બદલાવનું સંકેત માનવામાં આવી રહ્યું છે
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારની અત્યંત મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ૧૧-૧૨ મેના રોજ યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્રિક્સ સંગઠનની બેઠક અંગે સઘન ચર્ચાઓ અને નિર્ણયો લેવામાં આવ્યા છે.
આગામી ૧૧ અને ૧૨ તારીખના રોજ બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના આ કાર્યક્રમમાં બ્રિક્સ સંગઠનમાં સામેલ તમામ દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને નેતાઓ ભાગ લેવાના હોવાથી સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧ તારીખના રોજ વિશેષ રૂપે આ બેઠકમાં હાજરી આપવાના હોવાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
બ્રિક્સ બેઠકને લઈને ગાંધીનગર અને આસપાસના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. આજના કેબિનેટ નિર્ણયો અનુસાર, દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખાસ પ્રોટોકોલ સાથે રહેવા-જમવા અને સુરક્ષાની આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને સતત પેટ્રોલિગ કરવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગોના ડાયવર્ઝન માટે પણ વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સોશિયલ મીડિયા અને અન્યસ્ત્રેતોમાં પણ આ વૈશ્વિક ઈવેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ હોવાથી રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી. બેઠક સ્થળની આસપાસ ડ્રોન કેમેરા અને સીસીટીવી નેટવર્કથી સતત મોનિટરિગ શરૂ કરી દેવાયું છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
