તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
દુનિયાના સૌથી મોટા સંપૂર્ણ ઇલેક્ટ્રિક વિમાનની ન્યુયોર્કમાં પ્રથમ ઉડાન
સ્વીડનની કંપનીએ બનાવેલા ૩૦ સીટવાળા બેટરી-સંચાલિત એરક્રાફટની ૨૭ મિનિટની ઉડાન માટે માત્ર ૫૦૦ રૂપિયાનો ખર્ચ થયો

ન્યુયોર્ક તા.૨૦: ઇલેક્ટ્રિક એવિયેશન ક્ષેત્રે એક અત્યંત મહત્ત્વની સિદ્ધિ હાંસલ થઈ છે. સ્વીડનની કંપની હાર્ટ ઍરોસ્પેસ દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા સંપૂર્ણ પણે બેટરી-સંચાલિત ઍરક્રાફટ એક્સ વનની પ્રથમ સફર સફળ રહી છે. ન્યુ યોર્ક રાજ્યમાં પ્લેટ્સબર્ગ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ ૩૦ સીટવાળા વિમાને માત્ર બેટરીની મદદથી ૨૭ મિનિટ સુધી ઉડાન ભરી હતી.
આ અદ્યતન વિમાનની ખાસિયતો અત્યંત પ્રભાવશાળી છે. પચીસ હજાર પાઉન્ડ વજન અને ૧૦૬ ફુટની વિશાળ પાંખો ધરાવતું આ ેએરક્રાફટ ૧૧૦૦ ફુટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. આ વિમાન એક મેગાવોટથી વધુ પાવર ઉત્પન્ન કરતી શક્તિશાળી ઇલેક્ટ્રિક બેટરીથી ચાલે છે. અજમાયશ વખતે અંદર મુસાફરો નહોતા, માત્ર એક પાઇલટ હાજર હતો.
કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એન્ડર્સ ફોર્સલુન્ડે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભવિષ્યમાં કમર્શિયલ ઍરલાઇન્સના અર્થશાષાને સંપૂર્ણપણે બદલી નાખશે. આટલી મોટી ઉડાન માટે વીજળીનો ખર્ચ માત્ર ૫૦૦ રૂપિયા (પાંચ ડોલર) જેટલો જ આવ્યો હતો. જોકે એમાં પાઇલટનો પગાર કે ઍરપોર્ટ ફી જેવા અન્ય ખર્ચ અત્યારે સામેલ કરવામાં આવ્યા નથી. હાલમાં બેટરીના વજનની મર્યાદાઓ છે છતાં વધતા જતા ઈંધણના ભાવ સામે આ એરક્રાફટ અત્યંત મહત્ત્વનો વિકલ્પ બનશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
