તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
તુર્કીમાં આવતીકાલથી વિશ્વ જળવાયુ પરિષદ : કોલસાની ખાણોથી જંગલો અને ખેતીને નુકસાનનો આક્ષેપ, ગ્રામજનોની વિશ્વને સ્થળ મુલાકાત લેવા અપીલ

તુર્કી: અહીંના ઇકિઝકોય ગામના લોકોએ આવતીકાલથી શરૂ થનારી વિશ્વ જળવાયુ પરિષદના નેતાઓને કોલસાની ખાણોથી થયેલું નુકસાન જાતે નિહાળવા અપીલ કરી છે.
મુગલા પ્રાંતના અકબેલેન જંગલ નજીક ખાણોના વિસ્તરણથી જંગલો, ઓલિવની ખેતી અને રહેઠાણોને જોખમ ઊભું થયાનો ગ્રામજનોનો આક્ષેપ છે. સ્થાનિક આગેવાન નેજલા ઇશિકે પર્યાવરણ બચાવવા લાંબા સમયથી ચાલતા આંદોલન અંગે વિશ્વનું ધ્યાન દોર્યું છે.
બીજી તરફ ખાણકામ સાથે સંકળાયેલા રોજગાર અને ઊર્જાની જરૂરિયાતનો મુદ્દો પણ મહત્વનો છે. તુર્કીના અંતાલ્યામાં ૯થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાનારી જળવાયુ પરિષદમાં સ્વચ્છ ઊર્જા તરફ પરિવર્તન મુખ્ય ચર્ચાનો વિષય રહેશે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
