<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

નોકરી કરતી પત્‍નીએ ૪ લાખની સોપારી આપી પતિને પતાવી દીધો

દગાબાજ નીકળી ઘરવાળીઃ પ્રેમી સાથે મળીને ખેલ રચ્‍યો

કટિહાર તા.૧૬: બિહારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. જ્‍યાં પતિ-પત્‍ની અને વોના કાવતરાએ સંબંધોની ઐસીતૈસી કરી નાખી છે. પતિ-પત્‍નીના સંબંધને વિશ્વાસનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે, પણ કટિહારમાંથી સામે આવેલા આ કિસ્‍સાએ વિશ્વાસનું ગળું દબાવી દીધું. અહીં બિહાર સરકારમાં Mvi પદ પર તૈનાત એક મહિલા અધિકારીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની સોપારી આપી હત્‍યા કરાવી નાખી. આ ઘટના ૧૧ જુલાઈની છે. કટિહાર રેલ મંડલના માનસી રેલ વિસ્‍તારમાં જનસાધારણ એક્‍સપ્રેસમાં વિદ્યુત કર્મી દેવ કુમાર ગુંજનની ગોળી મારીને હત્‍યા કરી દીધી. સારવાર દરમ્‍યાન દેવકુમારનું મોત થઈ ગયું. આ મામલામાં વાદી બનેલી પત્‍ની જ હવે મુખ્‍ય આરોપી નીકળી છે. જાણો આ સનસનીખેજ મામલાનો પોલીસે કઈ રીતે પર્દાફાશ કર્યો.

રેલ એસપી હરિ શંકરે જણાવ્‍યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકની પત્‍ની સ્‍મિત કુમારી જે સુપૌલ જિલ્‍લામાં મોટર વ્‍હીકલ અધિકારીના પદ પર તૈનાત છે. તેને જહાનાબાદમાં તૈનાત વિદ્યુતકર્મી અજીત સાથે આડા સંબંધો હતો. બંનેએ પોતાના રસ્‍તામાંથી પતિને હટાવવા માટેનું કાવતરું રચ્‍યું. પોલીસના જણાવ્‍યા અનુસાર, સ્‍મિત કુમારી અને અજીતે મળીને સુપારી કિલર રાજૂ ઉર્ફ ધીરજને ૪ લાખ રૂપિયા આપી દેવ કુમાર ગુંજનની હત્‍યાની સોપારી આપી હતી. પ્‍લાન અનુસાર, ૧૧ જુલાઈના રોજ ટ્રેનમાં રાજૂએ દેવ કુમારને ગોળી મારી દીધી.

રેલ એસપી હરિ શંકરે જણાવ્‍યું કે, ૧૧ જૂનના રોજ દેવ કુમાર ગુંજન, જે પાવર ગ્રિડ જમુઈના મલાપુરમાં ગ્રેડ-૧ ટેક્રીશિયનના પદ પર તૈનાત હતો. પોતાની પત્‍નીને મળવા સુપૌલ જઈ રહ્યો હતો. તેની પત્‍ની સ્‍મિતા કુમારી સુપૌલમાં પ્‍સ્‍ત્‍ના પદ પર નોકરી કરી હતી. ટ્રેનમાં માનસી સ્‍ટેશનથી આગળ બદલાઘાટ નજીક તેની ગોળી મારીને હત્‍યા કરી. સારવાર દરમ્‍યાન તેનું મોત થયું હતું. આ મામલામાં અમે વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા એકઠા કર્યા. તપાસમાં સામે આવ્‍યું છે કે મૃતકની પત્‍ની સ્‍મિતા કુમારીને અજીત કુમાર નામના ગ્રેડ-૧ ટેકિનશિયન સાથે આડા સંબંધો હતો. અજીત હાલમાં નાલંદાના ગંગરસરાયમાં તૈનાત છે. બંનેએ મળીને પતિને રસ્‍તામાંથી હટાવવાનું કાવતરું રચ્‍યું.

સ્‍મિતા કુમારી અને અજીત બંને ૨૦૧૭માં ગ્રેડ-૧ ટેક્રિશિયનના પદ પર નોકરીએ લાગ્‍યા હતા. ૨૦૧૮માં સીતામઢીમાં તેમના લગ્ન થયા. તેમને એક ૫-૬ વર્ષની બાળકી પણ છે. બાદમાં દેવ કુમારનું ટ્રાન્‍સફર જમુઈના મલાપુરમાં થઈ ગયું અને અજીતનું ટ્રાન્‍સફર નાલંદાના ગંગરસરાયમાં થઈ ગયું. સ્‍મિતા કુમારી ૨૦૨૩માં MViના પદ પર પ્રમોશન મેળવતા સુપૌલમાં શિફટ થઈ. આ હત્‍યા માટે ૪ લાખ રૂપિયાની સોપારી આપી હતી.

કોન્‍ટ્રાક્‍ટ કિલરની ધરપકડ જહાનાબાદના ઘૌસીથી કરવામાં આવી છે. પૈસા ઓનલાઈન નહીં ઓફલાઈન આપવામાં આવ્‍યા હતા. શંકા છે કે અજીતે સ્‍મિતા પાસેથી પૈસા લઈ શૂટરને આપ્‍યા હતા. શરુઆતમાં સ્‍મિતા કુમારીએ આ મામલાને લૂંટની ઘટના ગણાવી કેસ ડાયવર્ટ કરવાની કોશિશ કરી હતી. પણ લ્‍વ્‍જ્‍ અને રેલ પોલીસની સંયુક્‍ત ટીમે ટેકનિકલ પુરાવાના આધાર પર આખા નેટવર્કનો ખુલાસો કર્યો. આ મામલામાં અત્‍યાર સુધીમાં ૩ લોકોની ધરપકડ થઈ છે. તેમાં મૃતકની પત્‍ની સ્‍મિતા કુમારી, પ્રેમી અજીત કુમાર અને શૂટર રાજૂ ઉર્ફ ધીરજ.

 

 

(9:49 AM IST)