તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ૮૦ ટકા પૂર્ણ

અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલી રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું હતું. કુલ ૫૦૮ કિમી ભાંબા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૪૫૦ કિમી વિસ્તારમાં પિયર્સનું નિર્માણ પૂર્ણ થયું છે. જયારે ૩૫૪ કિમી લાંબો વાયડક્ટ તૈયાર થઈ ગયો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ૨૯૪ કિમી વિસ્તારમાં નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યાં છે. અને ૧૯૦ કિમી સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન માટે પોલ્સ ઉભા કરવામાં આવ્યાં છે. ઉપરાંત ૨૦૨ કિમી આરસી ટ્રેક અને ૮૩ ક્રિમી ટ્રેક સ્લેબનું કામ પણ પૂર્ણ થયું છે. મહત્વના સિવિલ વર્કમાં ૨૫માંથી ૧૭ નદી પુલ અને ૨૮માંથી ૧૪ સ્ટીલ પુલ તૈયાર થઈ ગયાં છે. તેમજ ૮માંથી ૪ પર્વતીય ટનલનું ખોદકામ પણ પૂર્ણ થયું છે. ૨૧ કિમી લાંબી અંડરગ્રાઉન્ટ ટનલનું કામ પણ વિવિધ તબક્કામાં ચાલુ છે. પ્રોજેકટનું તેજ ગતિએ ચાલતા કામને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે બુલેટ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
