<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

વિજ્ઞાન જગતની અજાયબી! રશિયામાં બે હાઇટેક AI રોબોટ્સે કર્યા ધામધૂમથી લગ્ન, રોબોડોગ (યાંત્રિક કૂતરો) મોંમાં લગ્નની વીંટી લઈને સ્ટેજ પર પહોંચ્યો

ઓફિસ કામ કરતો 'રોબર્ટ' અને બેલેરીના ડાન્સર 'માટિલ્ડા' બન્યા સત્તાવાર જીવનસાથી; મોસ્કોની લાઇબ્રેરીમાં માનવીય રીત-રિવાજો સાથે યોજાયેલા અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મોસ્કો, તા.૧૦: દુનિયા ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલી આગળ વધી ચૂકી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણી જીંદગીને કેવી રીતે બદલી રહ્યું છે, તેનો એક અદભુત અને ચોંકાવનારો નજારો રશિયામાં જોવા મળ્યો છે. રશિયાની રાજધાની મોસ્કોમાં બે અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ્સે પ્રતીકાત્મક રીતે એકબીજા સાથે લગ્ન કરીને નવી ઇતિહાસ રચ્યો છે. વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનેલા આ અનોખા રોબોટિક લગ્નમાં 'રોબર્ટ' અને 'માટિલ્ડા' નામના બે એઆઈ (AI) રોબોટ્સને સત્તાવાર રીતે જીવનસાથી જાહેર કરવામાં આવ્યા છે. ટેકનોલોજીના ઇતિહાસમાં આ પ્રકારના પ્રથમ હાઇટેક લગ્ન હોવાનું કહેવાય છે.

કોણ છે આ અનોખું રોબોટિક જોડું?

તમને જાણીને આશ્ચર્ય થશે કે વરરાજા બનેલો હ્યુમનોઇડ રોબોટ 'રોબર્ટ' ખાસ કરીને ઓફિસના કામકાજ અને બ્લોગિંગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જ્યારે કન્યા બનેલી રોબોટ 'માટિલ્ડા' એક અદભુત બેલેરીના (ડાન્સર) તરીકે તૈયાર કરવામાં આવી છે. આ બંને રોબોટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મનુષ્યોની જેમ જ એકબીજા સાથે સ્માર્ટ વાતચીત પણ કરી શકે છે.

રોબોડોગે વગાડી શરણાઈ! પરંપરાગત વિધિઓ સાથે સંપન્ન થયા લગ્ન

મોસ્કોની ઐતિહાસિક પુષ્કિન લાઇબ્રેરી ખાતે "પરિવાર, પ્રેમ અને વફાદારીના દિવસ" ના વિશેષ અવસરે આ અનોખો સમારોહ યોજાયો હતો. આ લગ્નમાં માણસોની જેમ જ તમામ પરંપરાગત વિધિઓ રાખવામાં આવી હતી. બંને રોબોટ્સે એકબીજાને વફાદાર રહેવાના વચનો આપ્યા હતા. સૌથી આકર્ષક ક્ષણ એ હતી જ્યારે 'ડોગ્મેટિક' નામનો એક ક્યૂટ રોબોટિક કૂતરો (રોબોડોગ) લગ્નની વીંટીઓ (બંગડીઓ) લઈને સ્ટેજ પર પહોંચ્યો હતો અને વર-કન્યાને સોંપી હતી. આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

માનવ અને મશીન વચ્ચે ભેદ ભૂંસવાનો કોઈ ઈરાદો નથી: આયોજકો

આ પ્રોજેક્ટના નિર્માતાઓ અને આયોજકોના જણાવ્યા અનુસાર, આ અનોખા આયોજનનો મુખ્ય હેતુ એઆઈ અને રોબોટિક્સની વધતી જતી ક્ષમતાઓનું દુનિયા સમક્ષ પ્રદર્શન કરવાનો હતો. આ કોઈ વાસ્તવિક માનવીય લગ્ન નથી, પરંતુ સ્માર્ટ મશીનો ભવિષ્યમાં રોજિંદા જીવનમાં મનુષ્યોને કેટલી હદે મદદરૂપ થઈ શકે છે તેનું આ એક જીવંત ઉદાહરણ છે. રશિયામાં વર્ષ ૨૦૦૮થી સત્તાવાર રીતે ઉજવાતા આ કૌટુંબિક ઉત્સવમાં આ રોબોટિક લગ્ને ડિજિટલ દુનિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી દીધી છે.

(5:56 PM IST)