<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

મહિલાઓ સિલિન્‍ડર ન ઉપાડી શકે? IOC ને ફટકારઃ ૧૨ લાખ ચૂકવવા પડશે

સુપ્રીમ કોર્ટે મહિલાઓ સિલિન્‍ડર ન ઉઠાવી શકે તેવા ભેદભાવના આધારે નોકરી ન આપવા બદલ ઇન્‍ડિયન ઓઇલને (IOC) હરિયાણાની સુમિત્રાને રૂા.૧૨ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્‍યો : જસ્‍ટિસ અરવિંદ કુમાર અને વિપુલ પંચોલીની બેન્‍ચે તેને નારીત્‍વનું અપમાન ગણાવ્‍યું હતું: મહિલા રિટાયરમેન્‍ટ વય વટાવી જતાં આ એકમુક્‍ત વળતર મંજૂર કરાયું છે

નવી દિલ્‍હી તા.૧૮: દેશની સર્વોચ્‍ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં જાહેર ક્ષેત્રની અગ્રણી પેટ્રોલીયમ કંપની ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને (IOC) એક લાયક મહિલા ઉમેદવારને રૂા.૧૨,૦૦,૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ આપ્‍યો છે. કંપની દ્વારા માત્ર ષી હોવાના આધાર પર સુમિત્રા નામની મહિલાને એલપીજી બોટલિંગ પ્‍લાન્‍ટમાં રિફિલિગ હેલ્‍પરની નોકરી આપવાનો ઇનકાર કરવામાં આવ્‍યો હતો. આ પિતૃસત્તાક અને સંકુચિત માનસિકતા સામે કોર્ટે લાલ આંખ કરીને સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું છે કે માત્ર લિગના આધારે રોજગારીથી વંચિત રાખવી એ સીધું નારીત્‍વનું અપમાન છે.

જસ્‍ટિસ અરવિદ કુમાર અને જાસ્‍ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે ઇન્‍ડિયન ઓઇલની દલીલોને સખત શબ્‍દોમાં ફગાવી દીધી હતી. કંપનીના વકીલે દલીલ કરી હતી કે આ કામગીરીમાં વજનદાર એલપીજી સિલિન્‍ડર ઉંચકવા પડે છે અને રાત્રિ પાળી હોય છે, તેથી અધિકારીઓએ મહિલાને શારીરિક રીતે સક્ષમ ન માનતાં ભરતી કરી ન હતી. આ દલીલ પર સુપ્રીમ કોર્ટે સણસણતી ટકોર કરતાં પૂછ્‍યું કે, શુંસ્ત્રીઓ ગેસ સિલિન્‍ડર ઉપાડી શકતી નથી? વાસ્‍તવિકતા એ છે કે ભારતીય મહિલાઓ દિવસ-રાત પોતાના ઘરોમાં જાતે જ ગેસ સિલિન્‍ડર ઉપાડે છે અને બદલે છે.

આ કાનૂની લડત લડનાર મહિલા સુમિત્રા મૂળ હરિયાણાના (Haryana) ગુઢા ગામના રહેવાસી છે. વર્ષો પહેલાં ડેપ્‍યુટી કમિશનરની અધ્‍યક્ષતાવાળી એક સ્‍થાનિક સમિતિ દ્વારા એલપીજી પ્‍લાન્‍ટમાં રિફિલિગ હેલ્‍પર અથવા કેઝ્‍યુઅલ ખલાસી તરીકે ૪૯ લોકોની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ યાદીમાં સુમિત્રાનો સમાવેશ થતો હોવા છતાં, કંપનીએ માત્ર તેમના ષી હોવાના ભેદભાવભર્યા કારણો આગળ ધરીને તેમની નિમણૂક અટકાવી દીધી હતી.

લાંબી કાનૂની લડત ચાલ્‍યા બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ કેસમાં પીડિત મહિલા હવે નિવૃત્તિની ઉંમરે પહોંચી ચૂક્‍યા છે. જીવનના આ અંતિમ પડાવ પર હવે વ્‍યવહારિક રીતે તેમને ફરજ પર પુનઃસ્‍થાપિત કરી શકાય તેમ ન હોવાથી, અદાલતે તેમને એકસાથે રૂા.૧૨ લાખનું રોકડ વળતર આપવાનો નિર્દેશ આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર સુમિત્રાની વ્‍યક્‍તિગત જીત નથી, પરંતુ સરકારી કે ખાનગી એકમોમાં મહિલાઓની શારીરિક ક્ષમતા પર પૂર્વગ્રહ રાખી જાતિગત ભેદભાવ આચરતા તત્‍વો સામે મોટો લપડાક સમાન છે.

 

(9:59 AM IST)