News of Thursday, 26th November 2026
પતિ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ નક્સલી સંગઠનમાં સક્રિય રહી મહિલા કમાન્ડરઃ નવ વર્ષથી ફરાર રૂ.એક લાખની ઇનામી વિનિતા ભારતી ઝડપાઈ
પાંચ અલગ અલગ નામોથી પોલીસને થાપ આપતી હતી મહિલા નક્સલીઃ બિહાર એસટીએફ અને જિલ્લા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી નક્સલી સંગઠનને મોટો ફટકો

બેગુસરાય:બિહારમાં નક્સલવાદ વિરોધી અભિયાન અંતર્ગત સુરક્ષા દળોને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. રૂ.એક લાખનું ઇનામ ધરાવતી મહિલા નક્સલી કમાન્ડર વિનિતા ભારતીની બેગુસરાય જિલ્લાના બરૌની વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ છેલ્લા નવ વર્ષથી તેની શોધખોળ કરી રહી હતી. વિનિતા, શ્વેતા, અનિતા, પ્રતિમા અને કલ્પના જેવાં અલગ અલગ નામોથી તે ઓળખાતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
તેનો પતિ નકુલ નક્સલી સંગઠનનો ઝોનલ કમાન્ડર હતો. વર્ષ ૨૦૨૦માં પોલીસ સાથેની અથડામણમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પણ વિનિતા સંગઠનમાં સક્રિય રહી હતી.
મુઝફ્ફરપુર અને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેની વિરુદ્ધ હત્યા સહિતના પાંચ કેસ નોંધાયેલા છે. તેની ધરપકડ ૨૨ નવેમ્બરે કરવામાં આવી હતી. પોલીસને આશા છે કે તેની પૂછપરછ દરમિયાન નક્સલી સંગઠનની પ્રવૃત્તિઓ અંગે વધુ મહત્ત્વપૂર્ણ વિગતો બહાર આવશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
