તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Thursday, 25th June 2026
નવમા મહિને શીર્ષાસન કરતી વખતે પેટ પર જ પટકાઈ મહિલા
યોગગુરુનો દાવો છે કે એ મહિલા જે રીતે પેટ પર પડી હતી એને કારણે ગર્ભમાં રહેલા બાળકની ગરદન ડેમેજ થઈ ગઈ હતી

નવી દિલ્હી,તા.૨૫: પ્રેગ્નન્સી દરમ્યાન યોગ કરવાનું સેફ છે, પરંતુ અમુક આસનો તમારાથી થતાં હોય તોય કરવાની કોઈ જરૂર નથી હોતી. જોકે આજકાલ ૯ મહિનાની ફુલ પ્રેગ્નન્સીમાં પણ અઘરાં આસનો સોશ્યલ મીડિયામાં ફલોન્ટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. આવું ક્યારેક મા અને બાળક બન્ને માટે જોખમી છે એવું ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. આ વાત તાજેતરમાં એક મહિલા માટે સાચી પડી ગઈ. પૂરા ૯ મહિનાની પ્રેગ્નન્સીમાં મહિલા વોલની મદદથી શીર્ષાસન કરી રહી હતી એ જ વખતે બેલેન્સ જતાં તે નીચે પટકાય છે અને પહેલાં જમીન પર પેટ અથડાય છે અને પછી પગ. પેટ જમીન પર પડતાં જ મહિલા દરદથી કરાંજવા લાગે છે. તેના ચહેરા પર પીડા અને ચિંતા સાફ જોવા મળે છે. આ અકસ્માત પછી તરત જ તેને હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવી પડે છે. શ્રી સોહમ નામના યોગગુરુએ આ વિડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી છે. આ યોગગુરુનો દાવો છે કે એ મહિલા જે રીતે પેટ પર પડી હતી એને કારણે ગર્ભમાં રહેલા બાળકની ગરદન ડેમેજ થઈ ગઈ હતી
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
