News of Saturday, 1st August 2026
ચક્કર આવતા બેભાન થઈને પડી મહિલા, લોકોએ હાર્ટ એટેક સમજીને CPR આપવા લાગ્યા, બે પાંસળીઓ તોડી નાખી
માણસાઈના નાતે કોઈને મદદ કરવી એ સારી વાત છે, પણ જાણકારી વિના જો કોઈને મદદ કરવા જઈએ તો બીજા માટે આફત પણ બની શકે છે

મુરૈના,તા.૧: માણસાઈના નાતે કોઈને મદદ કરવી એ સારી વાત છે, પણ જાણકારી વિના જો કોઈને મદદ કરવા જઈએ તો બીજા માટે આફત પણ બની શકે છે. ઘણી વાર ખોટી જાણકારીના કારણે બીજાનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. મધ્ય પ્રદેશના મુરૈનામાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ટીચર અચાનક ચક્કર આવી જતાં બેભાન થઈને નીચે પડી ગઈ હતી. ત્યાર બાદ એકદમથી આજુબાજુના લોકો દોડી આવ્યા તેમણે મહિલાની મદદ કરવાનું વિચાર્યું. પણ ખોટી રીતે ઘ્ભ્ય્ આપવાના કારણે મહિલાને જ નુકસાન થયું.
કહેવાય છે કે તિલોંજરી હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણાવતી ૪૧ વર્ષિય મહિલા ટીચર લલિતા ધાકડ સ્કૂટથી સ્કૂલે જઈ રહ્યા હતા. ત્યારે ભુરાવલી ચોક નજીક અચાનક તેમને ચક્કર આવ્યા અને પડી ગયા. આજુબાજુના લોકો કંઈ પણ વિચાર્યા વિના સીધા દોડ્યા અને હાર્ટ એટેક માની લીધો. પછી તો શું, લોકોએ તરત CPR આપવાનું શરુ કરી દીધું.
જ્યારે ટીચર લલિતા ધાકડને ભાન આવી તો તેમને કૈલારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કહેવાય છે કે જે યુવકે તેમને આખા રસ્તા દરમ્યાન ઘ્ભ્ય્ આપતો રહ્યો. હોસ્પિટલે પહોંચતા એક નવી જ કહાની સામે આવી. બીએમઓ ડોક્ટર મનીષ શર્માએ જણાવ્યું કે, મહિલાને કાર્ડિયાક અરેસ્ટ નથી આવ્યો. પણ ખોટી રીતે CPR આપવાના કારણે તેમની બે પાંસળી તૂટી ગઈ છે. મદદની નિયતથી કરવામાં આવેલી આ અજાણતા પણ લાપરવાહી બિચારી મહિલાને એક નવી અને દર્દનાક મુસીબત આપતી ગઈ.
આ ઘટનાથી સબક મળે છે કે CPR એ સારવાર નથી કે તેને ચક્કર આવે તો તરત આપવાનું શરુ કરી દેવું. ખોટી રીતે CPR આપવાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે. જો કોઈ બેભાન થાય તો સૌથી પહેલા તેના શ્વાસ અને નાડી તપાસો. નિષ્ણાતોનું કહેવું છે કે CPR ત્યારે જ આપવું જોઈએ, જ્યારે વ્યક્તિના શ્વાસ અને નાડી બંધ હોય તથા તેની યોગ્ય ટેકનિકનું પાલન કરવામાં આવે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
