<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગુવાહાટી નાઈટક્‍લબમાં મહિલા પર હુમલોઃ કપડાં ઉતારી માર મારવામાં આવ્‍યો

પોલીસે ક્‍લબ મેનેજરને પૂછપરછ માટે અટકાયતમાં લીધા

ગુવાહાટી તા.૩: આસામના ગુવાહાટીના ખાનપારા વિસ્‍તારમાં એક નાઈટક્‍લબમાં ગુરુવારે મોડી રાત્રે એક મહિલા પર હુમલો અને દુર્વ્‍યવહારનો મામલો સામે આવ્‍યો છે. બાઉન્‍સરોએ તેણીને કપડાં ઉતારીને માર માર્યો હોવાનો આરોપ છે. આ ઘટના ધ લોકલ્‍સ કાફે એન્‍ડ લાઉન્‍જમાં બની હતી.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્‍યો છે. તેમાં પાર્કિગ એરિયામાં ફલોર પર નગ્ન હાલતમાં એક મહિલા પડેલી જોવા મળે છે. બે મહિલાઓ તેને લાત મારતી જોવા મળે છે, જ્‍યારે નજીકમાં ઘણા પુરુષો ઉભા છે. પોલીસે ક્‍લબ મેનેજરની અટકાયત કરી છે.

ઇન્‍ડિયા ટુડેના અહેવાલ મુજબ, બિલ્‍ડિંગના સુરક્ષા ગાર્ડે જણાવ્‍યું હતું કે મહિલા કેટલાક મિત્રો સાથે ક્‍લબમાં આવી હતી. ક્‍લબની અંદર, તેણીએ બાઉન્‍સરને બીયરની બોટલથી માર માર્યો.

આ પછી, અન્‍ય બાઉન્‍સરોએ તેણીને પકડી લીધી અને ચોથા માળેથી પાર્કિગ વિસ્‍તારમાં નીચે લઈ ગયા. જોકે, વિવાદનું કારણ અને કેવી રીતે શરૂ થયું તે જાણી શકાયું નથી.

ગાર્ડના જણાવ્‍યા મુજબ, તેણીને પાર્કિગમાં લાવ્‍યા પછી, બાઉન્‍સરોએ તેણી પર હુમલો કર્યો અને તેના શરીરના ઉપરના ભાગના કપડાં પણ કાઢી નાખ્‍યા.

ઘટનાસ્‍થળે હાજર કોઈ વ્‍યક્‍તિએ આ ઘટનાનું ફિલ્‍માંકન પણ કર્યું. વીડિયોમાં મહિલા ફલોર પર નગ્ન પડેલી, નીચે કાળી પેન્‍ટ પહેરેલી, દેખાઈ રહી છે. બે મહિલાઓ તેને લાત મારતી જોવા મળી રહી છે.

બીજા વીડિયોમાં, એક પુરુષ મહિલાને ઉપાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. પછી એક કાર ત્‍યાંથી પસાર થાય છે, જે ક્ષણિક રીતે કેમેરાના લ્લશ્‍યને છુપાવી દે છે. આ પછી મહિલા ત્‍યાં દેખાતી નથી, જ્‍યારે કેટલાક પુરુષો એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે.

પૂર્વ ગુવાહાટીના ડીસીપી તબ્‍બુ રામ પેગુના જણાવ્‍યા અનુસાર, પોલીસે ક્‍લબ મેનેજરને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

પીડિતાની હજુ સુધી ઓળખ થઈ નથી. ડીસીપીએ કહ્યું કે જો મહિલા ફરિયાદ નહીં આપે તો પોલીસ પોતે કેસ દાખલ કરી શકે છે.

ઘટનાની જાણ થતાં મીડિયા કર્મચારીઓ ક્‍લબ પહોંચ્‍યા ત્‍યારે ક્‍લબ બંધ હાલતમાં મળી આવ્‍યું. અંદરની લાઇટ પણ બંધ હતી.

ક્‍લબ મેનેજમેન્‍ટે આ બાબતે કોઈ નિવેદન જારી કર્યું નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

 

(10:03 AM IST)