તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ કે મળશે રાહત? 15 ઓક્ટોબરે MDR પર NPCI લેશે અંતિમ નિર્ણય
જો MDR લાગુ થશે તો મોટા મર્ચન્ટ્સે UPI ટ્રાન્ઝેક્શન પર નજીવો ચાર્જ ચૂકવવો પડશે, જોકે સામાન્ય ગ્રાહકોને તેની સીધી અસર નહીં થાય

નવી દિલ્હી તા.૮ : દેશમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બનેલા UPI પર ચાર્જ લાગશે કે કેમ તે અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતા થશે. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) 15 ઓક્ટોબરના રોજ MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) પર અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે.
હાલ UPI પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી છે, પરંતુ મોટા વેપારીઓ માટે MDR લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો MDR લાગુ થશે તો મોટા મર્ચન્ટ્સે UPI ટ્રાન્ઝેક્શન પર નજીવો ચાર્જ ચૂકવવો પડશે, જોકે સામાન્ય ગ્રાહકોને તેની સીધી અસર નહીં થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
નાના વેપારીઓ અને સામાન્ય લોકો માટે UPI ફ્રી જ રહે તેવી શક્યતા છે. 15મીએ લેવાનારા નિર્ણય પર સૌની નજર છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
