તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
શું સુપ્રિયા સુલે મુખ્યમંત્રી બનશે? શરદ પવારે ભાજપ પાસે તેમની પુત્રી માટે ઉચ્ચ પદની માંગણી કરી
સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ અને NCP ના બંને જૂથોના વિલીનીકરણની ચર્ચા વચ્ચે રાજકીય ગરમાવો

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા સમીકરણો રચાવાની અટકળોએ જોર પકડ્યું છે અને NCPના બંને જૂથોના ભવિષ્યની ચર્ચાઓ વચ્ચે લોકસભા સાંસદ સુપ્રિયા સુલેનું નામ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મીડિયા અહેવાલો અને સૂત્રોના દાવા મુજબ, વરિષ્ઠ નેતા શરદ પવાર ભાજપના ટોચના નેતળત્વ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમણે તેમની પુત્રી સુપ્રિયા સુલે માટે મુખ્યમંત્રી પદની માંગણી કરી હોવાની ચર્ચા છે, જેના બદલામાં પ્રસ્તાવિત બિલો પર સરકારને ટેકો આપવાની વાત પણ કહેવાઈ રહી છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજુ સુધી ભાજપ કે NCP (SP) દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, તેથી આ વાતો હાલ રાજકીય અટકળો પૂરતી સીમિત છે.
બીજી તરફ, સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળવાની શકયતાઓ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદને વધુ વેગ આપ્યો છે. આઠવલેએ જણાવ્યું હતું કે જો સુપ્રિયા સુલે મંત્રીમંડળમાં જોડાય તો તેમને ખુશી થશે અને સંભવિત મંત્રીમંડળ વિસ્તરણમાં નવા ચહેરાઓને તક મળી શકે છે, સાથે જ તેમણે ૨૦૧૯ની ઘટનાનો ઉલ્લેખ કરીને શરદ પવાર અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. અગાઉ શરદ પવાર હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી અને સુપ્રિયા સુલેનો ઉલ્લેખ કરતા પવારને આરામ કરવાની વિનંતી કરી હોવાનું તેમના નજીકના સહયોગીએ જણાવ્યું હતું, જેનાથી વિવિધ રાજકીય અર્થઘટનો થઈ રહ્યા છે.
આ તમામ રાજકીય હલચલ વચ્ચે સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલનો મુદ્દો પણ મહત્વનો બન્યો છે, કારણ કે એપ્રિલમાં અટકેલા આ બિલને ફરી લાવવા માટે સરકારને બે તળતીયાંશ બહુમતીની જરૂર પડી શકે છે. સુપ્રિયા સુલેએ સીમાંકન પ્રક્રિયા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે દેશભરમાં એકસમાન ફોર્મ્યુલા લાગુ થવી જોઈએ અને સીમાંકન સાથે મહિલા અનામતનો અમલ થવો જરૂરી છે, જોકે તેમણે સંપૂર્ણ બિલ વાંચ્યા બાદ જ અંતિમ સ્ટેન્ડ લેવાની વાત કરી છે. હવે આગામી દિવસોમાં સીમાંકન બિલ અને મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં આ અટકળો કેટલી વાસ્તવિક બને છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
