તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
શું જમ્મુ કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની સરકાર પડી જશે? ૩ જૂનની ઈમરજન્સી બેઠકને લઈને ભાજપના સનસનીખેજ અને મોટા દાવાઓ
ઉમર અબ્દુલ્લાથી નારાજ ધારાસભ્યોને મનાવવાના અંતિમ પ્રયાસો શરૂ, નેશનલ કોન્ફરન્સે ભાજપના દાવાઓને માત્ર મુંગેરીલાલના હસીન સપના ગણાવ્યા

જમ્મુ: જમ્મુ કાશ્મીરના રાજકારણમાં હાલ ભારે ગરમાવો આવ્યો છે, જેમાં ભાજપ સતત દાવા કરી રહ્યું છે કે ઉમર અબ્દુલ્લાની સરકાર બહુ જલ્દી પડી જશે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ૩ જૂનના રોજ પોતાના તમામ ધારાસભ્યોની એક તાકીદની બેઠક બોલાવી છે. આ મામલે વિપક્ષી નેતા સુનીલ શર્મા અને ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું છે કે આ સરકાર બચાવવાનો અંતિમ પ્રયાસ છે કારણ કે અનેક ધારાસભ્યો ઉમર અબ્દુલ્લાથી સખત નારાજ છે. જોકે, નેશનલ કોન્ફરન્સના નેતા સલમાન સાગરે આ દાવાઓને ફગાવી દેતા જણાવ્યું છે કે પાર્ટી મજબૂત છે. ઉમર અબ્દુલ્લાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, જ્યારે સાંસદ રમઝાન ચૌધરીએ ભાજપના દાવાઓને 'મુંગેરીલાલના હસીન સપના' સમાન ગણાવ્યા છે
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
