તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ઇરાન પર અમેરિકા ઇઝરાયેલ સંયુકત રીતે મોટો હુમલો કરશે ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૮ : શું આગામી દિવસોમાં ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સંયુકત રીતે મોટો હુમલો કરાશે ? તાજેતરમાં ટ્રમ્પ દ્વારા કરાયેલ વિધાનો તથા ઇઝરાયેલ મીડિયા દ્વારા ઇઝરાયેલ ઇરાન પર મોટો હુમલો કરવાની તૈયારી વાળા અહેવાલો જોતા આવું લાગી રહ્યું છે. તેના સામે ઇરાને સતાવાર જાહેર કર્યુ છે કે, જો ઇરાન પર અમેરિકા કે ઇઝરાયેલ દ્વારા કોઇ હુમલો થશે તો અમે જવાબી ટાર્ગેટ તૈયાર કરી રાખ્યા છે. ઇરાન દ્વારા એ પણ સ્પષ્ટતા કરાઇ છે કે, ઇરાને યુધ્ધના હથિયારોના ઉત્પાદનમાં અઢી ગણો વધારો કરી દીધો છે.
નવેમ્બરના પ્રારંભ જ અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી યોજાઇ રહી છે. ટ્રમ્પ આ ચૂંટણીમાં બહુમતિ ગુમાવ્યે રાષ્ટ્રપતિ પદે યથાવત રહેલા ભયને કારણે ટ્રમ્પ હાલ નવાનવા વિધાનો કરી રહ્યો છે ?
ટ્રમ્પ અને નેતન્યાહુ પોતાના પરાજયો ને ટાળવા ઇરાન જ પર એક માનસિક -મનોવૈજ્ઞાનિક દબાવ રચી રહ્યા છે. જો કે ઇરાની લીડરશીપ તેને માપી-તોલીને જવાબો આપી રહી છે. વૈશ્વિક સ્તરે હાલ ટ્રમ્પ અને નેતન્યાહુના વિધાનોથી વિશેષ ઇરાન દ્વારા જે સત્તારવાર જાહેરાત કરાઇ રહી છે તે વધુ લક્ષે લેવાઇ રહી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
