<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

શું ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે? :લાખો યૂઝર્સ વચ્ચે મૂંઝવણમાં : PIB ફેક્ટ ચેકે દાવાને નકારી કાઢ્યો

કેન્દ્ર સરકારે ઓફિશિયલ પ્રતિક્રિયા આપીને સ્પષ્ટ કર્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ અંગેનો આ દાવો સંપૂર્ણપણે ફેક અને ભ્રમ ફેલાવનારો છે

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 ઓગસ્ટ, 2026ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ દાવાને કારણે લાખો યૂઝર્સ વચ્ચે મૂંઝવણ ઊભી થઈ હતી. હવે, કેન્દ્ર સરકારે ઓફિશિયલ પ્રતિક્રિયા આપીને સ્પષ્ટ કર્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ અંગેનો આ દાવો સંપૂર્ણપણે ફેક અને ભ્રમ ફેલાવનારો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના 'ફેક્ટ ચેક યુનિટ' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે ઇન્સ્ટાગ્રામ અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી, તેમજ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી.

  • PIB ફેક્ટ ચેકે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા પરની એવી પોસ્ટ, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 ઓગસ્ટ, 2026ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તે સંપૂર્ણપણે ફેક માહિતી છે.
  • સરકારે જનતાને અપીલ કરી છે કે તેઓ આવી અપ્રમાણિત અને ગેરમાર્ગે દોરનારી માહિતી પર વિશ્વાસ ન કરે અને સરકારને આભારી કોઈપણ શંકાસ્પદ દાવાની સત્યતા ચકાસવા માટે અધિકૃત સ્ત્રોતોની મદદ લો.
  • PIB એ જનતાને એવો પણ અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને લગતી કોઈપણ શંકાસ્પદ કે ગેરમાર્ગે દોરનારી પોસ્ટ જોવા મળે તો તેની જાણ 'ફેક્ટ ચેક યુનિટ'ને કરવામાં આવે, જેથી સમયસર સત્ય જાણી શકાય.
  •  
  • ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધની અફવા અંગે સરકારનું સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે કે, જ્યારે તેના એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલય (MEA) એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક દાવાને પણ ફગાવી દીધો હતો.
  • આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના તાજેતરના આંદોલન માટે કથિત વિદેશી ભંડોળ અંગે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર ફરી રહેલું નિવેદન ગેરમાર્ગે દોરનારું છે અને તે પ્રવક્તાની વાસ્તવિક ટિપ્પણીઓને તોડી-મરોડીને રજૂ કરે છે.
  • વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નિયમિત મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, હાલ પૂરતું આ બાબતે તેમની પાસે આપવા માટે કોઈ માહિતી નથી.

(8:59 PM IST)