<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ઈરાન-અમેરિકાની જંગમાં ભારત બનશે ‘શાંતિદૂત'? રાજનાથ સિંહે મધ્‍યસ્‍થીના આપ્‍યા મોટા સંકેત

શાંતિના દૂત તરીકે ભારતની વૈશ્વિક સ્‍તરે સ્‍વીકળતિ વધીઃ હવે દુનિયાની નજર નવી દિલ્‍હી તરફ : વસ્‍તુનો એક ચોક્કસ સમય હોય છે, ભારત ભવિષ્‍યમાં આ મહાસત્તાઓ વચ્‍ચે સમાધાન કરાવવા માટે તૈયાર

બર્લિન, તા.૨૨: પヘમિ એશિયામાં વધી રહેલા યુદ્ધના ઉકળાટ વચ્‍ચે ભારત તરફથી એક અત્‍યંત મહત્‍વનું નિવેદન સામે આવ્‍યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઈરાન અને અમેરિકા વચ્‍ચેના તણાવ પર ભારતનું વલણ સ્‍પષ્ટ કરતા જણાવ્‍યું કે, ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યું છે. તેમણે સ્‍પષ્ટ સંકેત આપ્‍યા કે ભલે અત્‍યારે ભારત સીધી રીતે કોઈ મધ્‍યસ્‍થી નથી કરી રહ્યું, પરંતુ ભવિષ્‍યમાં જો સ્‍થિતિની માંગ હશે અને યોગ્‍ય સમય આવશે, તો ભારત આ બંને દેશોને ટેબલ પર લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. વડા-ધાન મોદીના આ યુદ્ધનો યુગ નથી તેવા મંત્રને દોહરાવતા તેમણે બંને પક્ષોને હિંસા છોડી સંવાદનો માર્ગ અપનાવવા અપીલ કરી છે.

રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે હોર્મુઝની ખાડીમાં સંઘર્ષ ચરમસીમા પર છે અને પાકિસ્‍તાન જેવા દેશોની મધ્‍યસ્‍થીના પ્રયાસો નિષ્‍ફળ સાબિત થયા છે. ભારત માટે આ માત્ર રાજદ્વારી મુદ્દો નથી પરંતુ આર્થિક સુરક્ષાનો પણ પ્રશ્‍ન છે. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્‍યું કે હોર્મુઝ સ્‍ટ્રેટમાં કોઈપણ પ્રકારની નાકાબંધી ભારતની ઉર્જા સુરક્ષા માટે જોખમી છે, કારણ કે ભારતની જરૂરિયાતનું મોટાભાગનું ઈંધણ આ માર્ગેથી આવે છે. તેમણે ચેતવણી આપી હતી કે આજના યુગમાં કોઈ પણ પ્રાદેશિક સંઘર્ષ માત્ર એક વિસ્‍તાર પૂરતો મર્યાદિત નથી રહેતો, તેની અસર વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને આર્થિક સ્‍થિરતા પર પણ પડે છે.

જર્મની સાથેના સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાની સાથે ભારતે વૈશ્વિક સ્‍તરે પોતાની સંતુલિત વિદેશ નીતિનો પરિચય આપ્‍યો છે. અમેરિકા અને ઈરાન બંને સાથે ભારતના સંબંધો ઐતિહાસિક રીતે જટિલ છતાં મિત્રતાપૂર્ણ રહ્યા છે, જે ભારતને એક આદર્શ મધ્‍યસ્‍થી બનાવે છે. જ્‍યારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઈરાનની આર્થિક સ્‍થિતિ પર આકરા પ્રહાર કરી રહ્યા છે, ત્‍યારે ભારતનો સંતુલિત અભિગમ વિશ્વમાં આશાનું કિરણ જગાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું આગામી સમયમાં ભારત ખરેખર વિશ્વના આ બે કટ્ટર હરીફો વચ્‍ચે શાંતિ સ્‍થાપવા માટે બ્રિજ તરીકે કામ કરશે કે કેમ. 

(2:59 PM IST)