<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

GST રૂ.૫ કરોડથી વધુની ટેક્‍સચોરી પર ફોજદારી કેસ થશે?

સરકાર હવે ધરપકડના બદલે ટેક્‍સ વસૂલાત, વ્‍યાજ અને દંડની કાર્યવાહી પર ભાર મૂકશે : જીએસટી કાઉન્‍સિલની ૭મી ઓક્‍ટોબરે યોજાનારી બેઠક પર સૌની નજર

નવી દિલ્‍હી,તા.૫: દેશની વર્તમાન જીએસટી વ્‍યવસ્‍થાઓમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જીએસટી કાઉન્‍સિલની સાતમી ઓક્‍ટોબરે યોજાનારી બેઠકમાં ટેક્‍સ અધિકારીઓને અપાયેલી ધરપકડ કરવાની સત્તા નાબૂદ કરવા અને ધરપકડ માટે અદાલતની મંજૂરી અનિવાર્ય કરવાના પ્રસ્‍તાવ પર વિચારણા થઈ શકે છે. આની સાથે જ, કરચોરી સાથે જોડાયેલા ગુનાઓમાં ફોજદારી કેસ શરૂ કરવાની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્‍તાવ છે. સરકારનો ભાર હવે ધરપકડના બદલે ટેક્‍સ વસૂલાત, વ્‍યાજ અને દંડના માધ્‍યમથી કાર્યવાહી કરવા પર છે. આ પ્રસ્‍તાવ મંજૂર થવાથી જીએસટી હેઠળ વેપારીઓ સામે કાર્યવાહી કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે.

જીએસટી પરિષદ સામે સેન્‍ટ્રલ જીએસટી કાયદાની કલમ ૬૯ માં ફેરફારનો પ્રસ્‍તાવ છે. હાલમાં આ કલમ હેઠળ કમિશનર કોઈ અપિકારીને ધરપકડની મંજૂરી આપી શકે છે. આ નવા પ્રસ્‍તાવ મુજબ, આ સત્તા કર અધિકારીઓ પાસેથી પાછી ખેંચી શકાય છે. ત્‍યારબાદ કોઈ વ્‍યક્‍તિની પરપકડ કરવા માટે અદાલતની મંજૂરી જરૂરી બનશે. જોકે, આ પ્રસ્‍તાવ પર પરિષદની મહોર લાગવાની બાકી છે.

હાલમાં જીએસટીના મોટા અપરાધોમાં એક કરોડ રૂપિયાથી વપુની કરચોરી, ખોટી ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ અથવા ખોટા રિફંડના મામલામાં કમિશનર સ્‍તરના અધિકારીની મંજૂરી પછી પરપકડ થઈ શકે છે. પ્રસ્‍તાવમાં ફોજદારી કેસ શરૂ કરવાની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરવાની વાત છે. આવા મામલાઓમાં પણ સરકાર ટેક્‍સ વસૂલ કરી શકે છે અને વ્‍યાજ તથા દંડ લગાવી શકે છે. ગંભીર છેતરપિડીના મામલાઓમાં અદાલત દ્વારા ફોજદારી કાર્યવાહી ચાલુ રહી શકે છે.

પ્રસ્‍તાવ મુજબ, જીએસટી કાયદામાં ફોજદારી કાર્યવાહી સાથે જોડાયેલા ૨૪ અપરાધોની જોગવાઈઓને હળવી કરવા, ૯ અપરાધોને સંપૂર્ણપણે હટાવવા અને ૧૧ અપરાધોને વર્તમાન સ્‍વરૂપમાં જાળવી રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઓછામાં ઓછી સજાની જોગવાઈ હટાવવાનો પ્રસ્‍તાવ પણ છે, જેથી અદાલત દરેક મામલામાં જેલની સજા આપવા માટે બાધ્‍ય ન રહે. આ ઉપરાંત, સજાની એક શ્રેણીમાં મહત્તમ જેલની મુદત ત્રણ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરવાની વાત છે. જીએસટી પરિષદ નાના કરાતાઓ માટે મોડા રિટર્ન દાખલ કરવા પર લાગનારા ટેક્‍સમાં છૂટ અને દંડને તર્કસંગત બનાવવા પર પણ વિચાર કરી શકે છે,

આ પ્રસ્‍તાવો સરકારના જીએસટી સુધારાઓ સાથે જોડાયેલા છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં દરોમાં મોટા ફેરફાર કર્યા પછી હવે વહીવટીતંત્રને સરળ બનાવવા, પાલનનો ખર્ચ ઘટાડવા અને કાર્યવાહીને વધુ સંતુલિત બનાવવા પર ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. પ્રસ્‍તાવોમાં આસાન નોંપણી, ઝડપથી રિફંડ, ઇનપુટ ટેક્‍સ ક્રેડિટની સરળ પ્રક્રિયા, કારણદર્શક નોટિસ અને દંડ સાથે જોડાયેલા ફેરફારો પણ સામેલ છે.

સરકાર ટેક્‍સ વસૂલાત પર કેમ ભાર આપી રહી છે?

જીએસટી લાગુ થયા સમયે, ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ ખોટા બિલ અને કરચોરી પકડવી મુશ્‍કેલ હતી. રિટર્નમાં નોંધાયેલા દરેક બિલનું સામે પક્ષના રેકોર્ડ સાથે મેળવણી કરવી સરળ નહોતી. તેથી ધરપકડની સત્તાને ડર પેદા કરનાર ઉપાય તરીકે સામેલ કરવામાં આવી હતી. હવે વ્‍યવસ્‍થામાં વેચનાર દ્વારા નોંધાયેલી માહિતી અને ખરીદનાર દ્વારા દાવો કરાયેલા ઇનપુટ ટેક્‍સ ક્રેડિટની મેળવણી કરી શકાય છે. આનાથી ખોટી ક્રેડિટની માહિતી શરૂઆતના સ્‍તરે મેળવવામાં અને તેને આગળ વધતી અટકાવવામાં મદદ મળે છે. સરકાર હવે આ તકનીકી વ્‍યવસ્‍થાના આધારે તપાસ મજબૂત કરવા અને ટેક્‍સ, થાજ તથા દંડના માધ્‍યમથી કાર્યવાહી કરવા પર ભાર મૂકી રહી છે.

(9:59 AM IST)