<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે? હાલના ભાવે ખરીદવું કે નહિ!

લગ્નસરામાં ખરીદી વધશે, જાન્‍યુઆરી ૨૦૨૭ પછી ભાવ વધવાનું અનુમાન : જાન્‍યુઆરીના ભાવ ૨૪ કેરેટના રૂા.૧.૭૫ લાખથી ઘટીને હાલ રૂા.૧.૨૬ લાખ

નવી દિલ્‍હી,તા.૨૪: સોનાના ભાવ હાલમાં તેની ટોચની સપાટી રૂા.૭૫ હજાર જેટલા નીચા આવી ગયા છે ત્‍યારે ખરીદવાનો સમય આવ્‍યો છેકે કેમ? તેની દ્વીધા હજી ગ્રાહકોમાં રહી છે. ગુજરાતીઓનો સોનાનો પ્રેમ તેના વિવિધ કારણોસર જોવા મળી રહ્યો છે. સલામત રોકાણ તરીકે સોનાની પ્રથમ પસંદગી થાય છે. સંકટ સમયે પણ સોનાનું વેચાણ કરીને આર્થિક મુશ્‍કેલીઓ દૂર કરવામાં આવી શકે છે. નિષ્‍ણાતો માને છેકે, આગામી ભવિષ્‍યમાં પુનઃ ભાવ વધારો થઈ શકે છે, અમેરિકાના ફેડરલ રિઝર્વના દરો ઉપર કિમતની ચડ ઉતર રહેતી હોય છે. ગ્રાહકોના નાણાંકીય ખરીદીનો નિર્ણય લેવો જરૂરી છે.

હાલમાં સોનાની કિમત વિવિધ પરીબળો આધારિત છે, જેમાં વિશ્વની ભૂરાજકીય પરિસ્‍થિતિ, મોનેટરી પોલીસી, ખરેખર વળતર અને રોકાણ તરીકેની સોનાની ખરીદી મુખ્‍ય હોય છે. ભારતીયો ખાસ કરીને તહેવારો અને લગ્નસરાની સિઝન વખતે સોનાની ખરીદી કરતાં હોય છે. આજે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે રૂા.૧,૨૬,૬૧૦ અને ૨૨ કેરેટનો ભાવ રૂા.૧,૧૬,૦૬૦ રહ્યો હતો. ૨૯મી જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ સોનાનો ભાવ રૂા.૧.૭૫ લાખ હતો. જે ૨૯મી ઓકટોબરે રૂા.૧.૪૧ લાખ થયો હતો અને હાલમાં રૂા.૧.૨૬ લાખ છે ત્‍યારે હવે સોનાના ભાવનું તળિયુ આવ્‍યું છેકે, કેમ ? તેની દ્વીધા ગ્રાહકોમાં છે. નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ હાલની સ્‍થિતિ સલામત રોકાણ તરીકે સોનાની પસંદગી થાય કે તેની કસોટીએ જણાઈ રહી છે.

૨૭મી ઓકટોબર ૨૦૨૩ના રોજ સોનાનો ભાવ રૂા.૬૦,૬૨૯ હતો. જે સતત ત્રણ વર્ષ સુધી વધીને પછી ઘટવાનું વલણ શરૂ થયું છે. નાગરિકોને સોનાની ખરીદી માટે સોનાની લગડી- ઘરેણાંની ખરીદી, ગોલ્‍ડ ઈટીએફ, ગોલ્‍ડ મ્‍યુચ્‍યુઅલ ફંડ, ડિજીટલ ગોલ્‍ડ, સોવરીન ગોલ્‍ડ બોન્‍ડ, ઈલેક્‍ટ્રોનિક્‍સ ગોલ્‍ડ રિસિપ્‍ટ જેવા ઓપ્‍શન છે. આ તમામ વિકલ્‍પોના જમા અને ઉધાર પાસા પણ રહ્યા છે.

સોનાના વિવિધ વિકલ્‍પની ખરીદીમાં જમા અને ઉધાર પાસાઓ

ફિઝિકલ ગોલ્‍ડઃ જેમકે સોનાની લગડી - ઘરેણાંની ખરીદીમાં જમા પાસું એ છેકે,તેનું સીધુ જ માલિકી પણુ મળી જાય છે. તેની રિસેલ વેલ્‍યુ છે. બજારમાં વેચવા જાવ તો તુરત જ નાણાં મળી જતાં હોય છે. આ ઉપરાંત લોન તરીકે પણ તારણમાં મુકી શકાય છે.

સોનાની લગડી, સિક્કા, ઘરેણાંની ખરીદમાં મર્યાદા એ છેકે, જીએસટી અને ઘડામણ લાગતાં તેની ખરીદ કિમત વધી જાય છે. બજારમાં વેચવા જાવ તો ખરેખર કિમત કરતાં ઓછી કિમત ઘટ કાપીને આપવામાં આવતી હોય છે. આ સોનાને સાચવવા અને સલામતીનું પણ જોખમ હોય છે. જેની ઉપર કોઈ જ વ્‍યાજ કે ડિવિડન્‍ડ મળતું નથી.

ગોલ્‍ડ ETF: આ સોનું ખરીદવું ખરીદવું અસરકારક હોય છે. જેમાં કોઇ ભૌતિક સંગ્રહની જરૂર નથી. પારદર્શક કિમત, વ્‍યવહારની પણ સ્‍થિતિસ્‍થાપકતા એ ગોલ્‍ડ ઇટીએફનું જમા પાસું છે. જ્‍યારે ગોલ્‍ડ ઇટીએફના ઉધાર પાસામાં ભાવમાં સતત ચડ ઉતર, વાર્ષિક ખર્ચ ચૂકવવો પડે અને ટ્રેડિગ કોસ્‍ટ આપવી પડે.

ગોલ્‍ડ મ્‍યુચ્‍યુઅલ ફંડઃ ગોલ્‍ડ મ્‍યુચ્‍યુઅલ ફંડ તરીકે ખરીદવાનો લાભ એ છેકે, તેમાં SIP સિસ્‍ટમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન મળી રહે છે. ડિમેટ એકાઉન્‍ટની જરૂર નથી.

ભૌતિક રીતે સંગ્રહવાનો પ્રશ્ન હોતો નથી. યોગ્‍ય રીતે નિયમન . ગોલ્‍ડ મ્‍યુ. ફંડની મર્યાદા એ છેકે, ફંડ જાળવણીનો ખર્ચ, સોનાના ભાવની ચડઉતરનું જોખમ, યુનિટ વેચો તો એક્‍ઝિટ લોડ ચૂકવવો પડે.

ડિજિટલ ગોલ્‍ડઃ ડિજીટલ ગોલ્‍ડનો લાભ એ છેકે, તે સરળ રીતે ખરીદ - વેચાણ કરી શકાય છે. ઓછી રકમમાં પણ ખરીદી શકાય છે. ભૌતિક સંગ્રહનો પ્રશ્ન હોતો નથી. જોકે હજી સુધી નિયમનકારી માળખું આ ક્ષેત્રે નથી, તેથી વિવાદ વખતે મુશ્‍કેલી પડી શકે,જીએસટી સહિતની ખર્ચ ઉમેરાય, ઓપરેશનલ રિસ્‍ક પણ હોય છે.

સોવરિન ગોલ્‍ડ બોન્‍ડ : સરકાર દ્વારા સોવરીન ગોલ્‍ડ બોન્‍ડ બહાર પાડવામાં આવે છે. તે ખરીદવાનો લાભ એ છેકે. વધારાનું વ્‍યાજ મળે છે, ખરીદી ઉપર કોઇ જીએસટી ચૂકવવાનો હોતો નથી. સરકાર દ્વારા જ આ બહાર પાડવામાં આવે છે. આ બોન્‍ડની મર્યાદા એ છેકે, તેની તરલતા ઓછી હોય છે. બોન્‍ડ પાછા આપવાના નિયમો હોય છે, સોનાની પ્રવર્તમાન કિમતનું જોખમ.

લગ્નસરાની સિઝનમાં સોનાની ખરીદી

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્‍યારે અગાઉની તુલનાએ ભાવમાં થયેલા ૨૦ ટકા જેટલા ઘટાડાના પગલે નાગરિકો ભેટ આપવા માટે વિવિધ પ્રકારના ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે. હવે જૂનુ સોનું વેચવાનું પ્રમાણ હાલ ઘટી ગયું છે.(૪૦.૧૨)

સોનાના ભાવ ગગડતાં ગોલ્‍ડ લોન આપનાર બેંકો, ફાઈનાન્‍સ કંપનીઓ અટવાઈ

એક ગ્રાહકે જણાવ્‍યું હતું કે, ખાનગી બેંકમાં દાગીના ગીરવે મુકી ગોલ્‍ડલોન લીધી હતી. જે તે વખતે સોનાનો ભાવ રૂા. ૧.૭૦ લાખ હતો. જે ઘટીને રૂા. ૧.૩૦ લાખની આસપાસ આવી ગયો છે. જેના કારણે જે તે વખતે ગોલ્‍ડની કિમત આંકવામાં આવી હતી, તેમાં ફર્ક આવી ગયો છે. એટલે, બેંકએ નોટીસ આપી ડિફરન્‍સની રકમ ભરવા કહ્યું છે. જો, રકમ ભરવામાં નહીં આવે તો દાગીનાની હરાજી કરી દેવાશે, તેવું પણ જણાવ્‍યું છે. જેથી હાલમાં મેં ૧૦ હજાર રૂપિયા ભરી દીધા છે.

(10:10 AM IST)