<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

બંગાળમાં 'દીદી' આવશે કે ભાજપ બાજી મારશે? પરિણામના 40 કલાક પહેલા જ્યોતિષીઓની મોટી ભવિષ્યવાણી; જાણો શું કહે છે મમતા બેનર્જીની કુંડળીના ગ્રહો

શનિ અને રાહુનો પ્રભાવ વધારશે મુશ્કેલીઓ કે ગુરુની દ્રષ્ટિ અપાવશે સત્તા? 4 મેના દિવસે કોલકાતાથી દિલ્હી સુધીના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામો જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર દેશની નજર કોલકાતા પર ટકેલી છે. એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપની જીતની સંભાવના દર્શાવીને ખળભળાટ મચાવ્યો છે, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિશ્વાસ વ્યક્ત કરી રહી છે કે ૪ મેના રોજ ભાજપને મોટો ઝટકો લાગશે. આ ગરમાગરમ રાજકીય માહોલ વચ્ચે જ્યોતિષીઓએ મમતા બેનર્જીની કુંડળીનું વિશ્લેષણ કરીને ચોંકાવનારા સંકેતો આપ્યા છે.
કુંડળીમાં ગ્રહોની ચાલ: સંઘર્ષ કે વિજય?
જ્યોતિષીઓના મતે મમતા બેનર્જીનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ થયો છે અને તેમની કુંડળી મકર લગ્નની છે. તેમની કુંડળીમાં સૂર્ય મકરમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તેઓ અત્યંત જિદ્દી, મહેનતી અને જનતા સાથે સીધો સંબંધ ધરાવતી વ્યક્તિ છે. જોકે, ૨૦૨૬માં શનિ અને મંગળની દશા તેમના માટે કપરી કસોટી લાવી રહી છે. આ ગ્રહદશા અડચણો, વિરોધ અને અણધારી ઘટનાઓ તરફ ઈશારો કરે છે. તેમ છતાં, ગુરુની શુભ દ્રષ્ટિ તેમને સંપૂર્ણ હારથી બચાવી શકે તેવી સ્થિતિમાં છે.
શનિનો પ્રભાવ અને એન્ટી-ઈનકમ્બન્સી
છેલ્લા ૧૫ વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને હિંસા જેવા જે આરોપો લાગ્યા છે, જ્યોતિષીઓ તેને 'શનિના કર્મોનો હિસાબ' ગણાવી રહ્યા છે. રાહુના પ્રભાવને કારણે જનતાના વલણમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, મમતા બેનર્જી માટે ૪ મેનો દિવસ ખૂબ જ નિર્ણાયક રહેશે. જો તેમની હાર થાય તો પણ તે ખૂબ જ ઓછા માર્જિનથી થશે તેવું અનુમાન છે. કેટલાક જ્યોતિષીઓ માને છે કે દીદી પડકારો છતાં સત્તા જાળવી રાખશે અથવા અત્યંત રસાકસીભરી ટક્કરમાં ટકી જશે.
ઓગસ્ટ ૨૦૨૬ બાદ સુધરશે સ્થિતિ
જ્યોતિષીય આગાહી મુજબ, ઓગસ્ટ ૨૦૨૬ પછી મમતા બેનર્જીની ગ્રહદશામાં સુધારો થશે, જે સત્તામાં સ્થિરતા અને મજબૂત વાપસીના સંકેત આપે છે. એક તરફ એક્ઝિટ પોલ ભાજપને બહુમતી તરફ બતાવી રહ્યા છે, ત્યારે ગ્રહોની ચાલ કહે છે કે બંગાળમાં પરિવર્તન તો દેખાશે પરંતુ તે સંપૂર્ણ 'ક્રાંતિ'માં બદલાશે કે કેમ તે જોવું રહ્યું. ભાજપને મોટી લીડ મળી શકે છે, પરંતુ પૂર્ણ બહુમતી મેળવવી કદાચ મુશ્કેલ બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે ૪ મેના રોજ મતપેટીઓમાંથી કોનું ભાગ્ય ચમકે છે.

(11:57 PM IST)