News of Wednesday, 6th May 2026
અમેરિકાના થશે ટુકડે-ટુકડા, ડોનાલ્ડ ટ્રમ્પ સાબિત થશે 'છેલ્લા' રાષ્ટ્રપતિ? જાણીતા મહિલા જ્યોતિષીની ખળભળાટ મચાવતી આગાહી
ભારત બનશે વિશ્વગુરુ: જુલાઈ ૨૦૨૭ સુધીમાં પીએમ મોદી અપાવશે VETO પાવર, બંગાળ બાદ હવે આ ભવિષ્યવાણીઓ સાચી પડવાના ડરથી દુનિયામાં ફફડાટ

અમદાવાદ: તા.૦૬ સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાણીતા જ્યોતિષ આચાર્ય રીના શર્માએ એવી આગાહીઓ કરી છે કે જે સાંભળીને ભલભલાના હોશ ઊડી જાય. પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતની તેમની આગાહી સાચી પડ્યા બાદ હવે લોકો તેમની અન્ય ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં પડ્યા છે. સૌથી મોટો ધડાકો તેમણે સુપર પાવર અમેરિકાને લઈને કર્યો છે.
અમેરિકાનું અસ્તિત્વ જોખમમાં?
જ્યોતિષ આચાર્ય રીના શર્માના દાવા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ટુકડે-ટુકડા થવાનો સમય આવી ગયો છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના છેલ્લા રાષ્ટ્રપતિ સાબિત થઈ શકે છે. ૨૦૨૭ સુધીમાં આ મહાસત્તા વિભાજિત થઈ જશે અને તેના અલગ-અલગ ખંડ પડી જશે. આ ઘટના જુલાઈ મહિના પહેલા બની શકે છે તેવી ચોક્કસ તારીખ તરફ પણ તેમણે ઈશારો કર્યો છે.
ભારત માટે સોનેરી દિવસોની શરૂઆત
એક તરફ જ્યારે પશ્ચિમના દેશો માટે માઠા સમાચાર છે, ત્યારે ભારત માટે રીના શર્માએ ખૂબ જ ગર્વ લેવા જેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે જુલાઈ ૨૦૨૭ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવશે. એટલું જ નહીં, ભારત વીટો પાવર (Veto Power) ધરાવતો વિશ્વનો છઠ્ઠો સૌથી શક્તિશાળી દેશ બની જશે.
રાજકીય ઉલટફેરના સંકેતો
દેશના આંતરિક રાજકારણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. તબિયત અથવા રાજકીય કારણોસર તેમણે સમય પહેલા રાજીનામું આપવું પડશે. આ ઉપરાંત બિહારમાં પણ ભાજપની સત્તા આવવાની તેમણે મક્કમ આગાહી કરી છે. બંગાળમાં મમતા બેનર્જીના શાસનનો અંત આવશે તેવી તેમની વાત મે ૨૦૨૬માં સાચી પડી ચૂકી છે, ત્યારે હવે શું ખરેખર અમેરિકા જેવો શક્તિશાળી દેશ વિખેરાઈ જશે? તે જોવું રહ્યું.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
