<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ઈન્‍સ્‍ટાગ્રામ પર રીલ્‍સ બનાવવાની શોખીન હતી પત્‍નીઃ કંટાળેલા પતિએ જીવતા પિંડદાન

એક વ્‍યક્‍તિએ પોતાની જીવિત પત્‍નીના પ્રતીકાત્‍મક રીતે અંતિમ સંસ્‍કાર કરી દીધાઃ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

હરિદ્વાર તા.૧૧: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે સૌને વિચારવા મજબૂર કરી દીધા છે. હકીકતમાં જોઈએ તો, ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલી હર કી પૌડીમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે, જ્‍યાં એક વ્‍યક્‍તિએ પોતાની જીવિત પત્‍નીના પ્રતીકાત્‍મક રીતે અંતિમ સંસ્‍કાર કરી દીધા છે. કહેવાય છે કે પત્‍ની સતત ઇન્‍સ્‍ટાગ્રામ રીલ્‍સ બનાવતી હતી, તેનાથી કંટાળી પતિએ આ વિવાદિત પગલું ભર્યું છે. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ લોકો નવાઈ પામતાની સાથે નારાજગી પણ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાય છે કે એક વ્‍યક્‍તિ ગંગા નદીની વચ્‍ચે ઊભો છે અને તેના હાથમાં પોતાની પત્‍નીની ફૂલોથી સજાવેલી તસવીર છે. આ તસવીર પર તે થૂંકે છે અને તેને પોતાના માટે મૃત જાહેર કરે છે. ત્‍યાર બાદ તે પરંપરાગત હિન્‍દુ રીતિ-રિવાજ અનુસાર, પિડદાન કરે છે. જે મોટા ભાગે મૃતકોની આત્‍માની શાંતિ માટે કરવામાં આવે છે. અંતમાં તે તેની તસવીરને નદીમાં વહાવી દે છે. પતિનો આરોપ છે કે તેની પત્‍ની સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ભડકાઉ વીડિયો બનાવતી હતી. ઘણી વાર સમજાવ્‍યા છતાં તેણે પોતાની આદત બદલી નહીં, તો ગુસ્‍સામાં તેણે આ પગલું ઉઠાવ્‍યું છે.

આ ઘટનાએ ઇન્‍ટરનેટ પર ભારે ચર્ચા છંછેડી દીધી છે, તો વળી અમુક લોકો તેને એક દુખી પતિની વેદના ગણાવે છે. જ્‍યારે કેટલાય તેને ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું કે આ ઘટના બતાવે છે કે સોશિયલ મીડિયાનું ઝુનૂન કેટલી હદે લોકોના સંબંધોને પ્રભાવિત કરી શકે છે. વળી બીજાએ કટાક્ષ કરતા કહ્યું કે રીલ્‍સનો વિરોધ કરતા માટે ખુદ રીલ બનાવવી વિરોધાભાસી છે. કેટલાય લોકોએ પિડદાન જેવા પવિત્ર અનુષ્ઠાનનો આવી રીતે ઉપયોગ કરતા વાંધો ઉઠાવ્‍યો અને તેને સંસ્‍કૃતિની મજાક ગણાવી.

અમુક યુઝર્સે પતિના આ વ્‍યવહારને બેજવાબદાર અને અસંવેદનશીલ ગણાવ્‍યું છે, જ્‍યારે અમુકે પત્‍નીના કન્‍ટેન્‍ટને પણ વિવાદનું મૂળ ગણાવ્‍યું છે. કૂલ મળીને આ ઘટના એ વાત તરફ ઇશારો કરે છે કે ડિજિટલ દુનિયામાં વધતી લત અને વ્‍યક્‍તિગત જીવનની વચ્‍ચે સંતુલન બનાવી રાખવું કેટલું જરૂરી છે. નહીંતર તેની અસર ન ફક્‍ત સંબંધો પર, પણ સમાજની વિચારધારા અને પરંપરા પર પણ પડી શકે છે.

(10:31 AM IST)