News of Thursday, 27th August 2026
પતિથી છુપાવીને પત્નીએ ૧૨ લાખ રૂપિયા બચાવ્યાઃ ૮ વર્ષ પછી જોયું તો ઉંદરડાએ એકેય નોટ રહેવા નહોતી દીધી
ઘરેણાં ખરીદવાનું સપનું જોઈને પેટીમાં સાચવેલા પૈસા જ્યારે ખોલ્યા ત્યારે મોટાભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી

ગોંડા,તા.૨૭: ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મહિલાએ ૨૦૧૯ની સાલથી પૈસા બચાવીને એક પેટીમાં રાખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં નાની-નાની રકમની બચત એક મોટી રકમમાં તબદીલ થઈ ગઈ. પતિએ આપેલા ઘરખર્ચમાંથી પૈસા બચાવીને પતિની જાણબહાર પત્ની બચત કરી રહી હતી. તેને હતું કે ભવિષ્યમાં તે પોતાની પસંદગીનાં ઘરેણાં ખરીદશે. રૂપિયા સાચવીને પેટીમાં રાખ્યા હોવાથી તેને બીજી કોઈ ચિતા પણ નહોતી. જોકે ૮ વર્ષ પછી જ્યારે તેણે પેટી ખોલી તો અંદરનું લ્લશ્ય જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ. નોટોની થપ્પીઓ સાવ ખરાબ થઈ ચૂકી હતી. મોટા ભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી. આ થયા પછી પતિને કહેવું જ પડે એમ હતું એટલે પતિને જાણ કરી. પરિવારે મળીને સાબૂત ચલણી નોટો અલગ કરી, પરંતુ બહુ જ ઓછી રકમ રિકવર થઈ શકી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
