<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ટ્રાફિક-પોલીસથી બચવા બાઇક એવી ભગાવી કે પાછળ બેઠેલી પત્‍ની પડી ગઈ

રુદ્રપુર,તા.૧૯: ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક મહિલા પતિની પાછળ બાઇક પર બેઠી હતી. જોકે તેઓ ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા. એક ચેક-પોઇન્‍ટ પાસે ટ્રાફિક-પોલીસ નાકાબંધી કરીને નિયમો તોડનારાને રોકી રહી હતી. અચાનક ટ્રાફિક-પોલીસને જોઈને તેમનાથી બચવા માટે બાઇકરે સ્‍પીડ વધારી દીધી. ટ્રિપલ સીટ સવારી કરવાને કારણે તેમને દંડ થાય એમ હતો અને એ દંડ ન ભરવો પડે એ માટે બાઇકરે ત્‍યાંથી ઝડપથી ભાગવા સ્‍પીડ વધારી હતી. અચાનક જ સ્‍પીડનો વધારો થતાં પાછળ બેઠેલી મહિલા પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે પાછળથી વાઇફ પડી ગઈ હોવા છતાં બાઇકર પાછો આવ્‍યો નહોતો. પોલીસે  દોડીને પડી ગયેલી મહિલાને મદદ કરીને ઊભી કરી હતી અને સાઇડમાં લઈ જઈને તેને કંઈ વાગ્‍યું તો નથીને એ ચેક કર્યું હતું. ઉત્તરાખંડ પોલીસનું કહેવું છે કે પત્‍ની પડી ગયા પછી પણ બાઇકર પાછો વળીને આવ્‍યો નહોતો

(10:17 AM IST)