<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પતિની હત્‍યા કરનારી પત્‍ની, પ્રેમી અને ૩ શૂટરને આજીવન કેદ

સાળાને પણ ૧૦ વર્ષની સજા થઈ....મધ્‍ય પ્રદેશના વિદિશાના ગંજબાસૌદાના બહુચર્ચિત સૌરભ જૈન હત્‍યાકાંડમાં દ્વિતીય એડિશનલ સેશન જજે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્‍યો

વિદિશા,તા.૧: મધ્‍ય પ્રદેશના વિદિશાના ગંજબાસૌદાના બહુચર્ચિત સૌરભ જૈન હત્‍યાકાંડમાં દ્વિતીય એડિશનલ સેશન જજે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્‍યો છે. આ કેસમાં મૃતકની પત્‍ની ઋચા જૈન, તેના પ્રેમી દીપેશ ભાર્ગવ અને ત્રણ સુપારી કિલર રાજા ઉર્ફ પ્રદ્યમ્‍ન યાદવ, લખન જાટવ અને ગુરુ ઉર્ફ ગોલૂ મંસુરીને હત્‍યા અને ગુનાહિત કાવતરાના દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. કોર્ટે આ પાંચેયને આજીવન કારાવાસ અને દંડની સજા સંભળાવી છે.

તપાસ અને સુનાવણી દરમ્‍યાન આ સામે આવ્‍યું છે કે આ આખી ઘટના બેવફાઈ અને લાલચનું પરિણામ હતું. અભિયોજન પક્ષ અનુસાર, પત્‍ની ઋચા જૈને પોતાની પ્રેમી દીપેશ ભાર્ગવ સાથે મળીને પતિ સૌરભ જૈનને રસ્‍તામાંથી હટાવવાનું કાવતરું રચ્‍યું હતું. આ કાવતરાને અંજામ આપવા માટે તેણે પ્રોફેશનલ સુપારી કિલરને સુપારી આપી. આ શૂટરોએ સૌરભની હત્‍યા કરી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને જંગલમાં ઠેકાણે લગાવી દીધી હતી.

આ જઘન્‍ય અપરાધને છુપાવવામાં મૃતકના સાળા અંશુલ જૈનની પણ ભૂમિકા સામે આવી. અંશુલને નકલી મૃત્‍યુ પ્રમાણપત્ર અને શપથ પત્ર તૈયાર કરવાના મામલામાં ધારા ૪૬૭/૧૨૦-બી અને ૪૭૧/૧૨૦- અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્‍યો છે. કોર્ટે અંશુલ જૈનને ૧૦-૧૦ વર્ષની જેલ અને દંડની સજા સંભળાવી છે.

આ મામલામાં શાસકીય અપર લોક અભિયોજક ડો. અખિલેશ લાહૌરી દ્વારા પક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો. સુનાવણી દરમ્‍યાન કોર્ટે સમાજની વર્તમાન સ્‍થિતિ પર ગંભીર ટિપ્‍પણી કરી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આજના સમયમાં લાલચ અને આડા સંબંધોના કારણે પતિ-પત્‍નીના પવિત્ર સંબંધો પર ઊંડો આઘાત પહોંચી રહ્યો છે. કોર્ટે આ પ્રકારની ઘટનાઓને સમાજ માટે એક ચિતાજનક વિષય ગણાવ્‍યો છે.

(10:08 AM IST)