તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
યુએઈ 'ઓપેક પ્લસ'માંથી શા માટે બહાર થયું ? વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચાલબાજી? માસ્ટરસ્ટ્રોક?
ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધતા, ભાવ તળિયે જશે: સાઉદી અરેબિયા જેવા દેશોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ યુએઈ હવે મનમરજી મુજબ પુષ્કળ પ્રમાણમાં તેલનું ઉત્પાદન કરી શકશે, નિકાસ પણ વધારી શકશે:બજારમાં અચાનક તેલનો પુરવઠો વધવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે

દુબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના સતત વધી રહેલા ભાવને કાબૂમાં લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી રમત રમી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ હવે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી સત્તાવાર રીતે બહાર નીકળી ગયું છે.
લાંબા સમયથી ઉંચા જઈ રહેલા ક્રૂડના ભાવ ડોનાલ્ડ ટ્રમ્પને જરાય પસંદ ન હતા અને તેઓ આ મામલે કોઈ નક્કર ઉકેલ લાવવા માંગતા હતા, જેમાં તેમને મોટી સફળતા મળી છે.
યુએઈના ઓપેક સંગઠનમાંથી બહાર થવાના કારણે હવે તેના પર ક્રૂડ ઓઈલના ઉત્પાદન માટે લાદવામાં આવેલી કોઈ પણ પ્રકારની મર્યાદા કે ક્વોટા સિસ્ટમ લાગુ પડશે નહીં.
આનો સીધો અર્થ એ છે કે યુએઈ હવે પોતાની મરજી મુજબ પુષ્કળ પ્રમાણમાં તેલનું ઉત્પાદન કરી શકશે અને તેની નિકાસ પણ વધારી શકશે. બજારમાં અચાનક તેલનો પુરવઠો વધવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે.
જોકે, યુએઈના આ નિર્ણયથી સાઉદી અરેબિયા જેવા અન્ય તેલ ઉત્પાદક દેશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ ઘટવાથી સાઉદી અરેબિયાને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
સાઉદી અરેબિયા પાસે તેલનું ઉત્પાદન રાતોરાત વધારીને નુકસાન સરભર કરવાની કોઈ ક્ષમતા નથી, જેના કારણે તેઓ યુએઈ અને અમેરિકાની આ નવી નીતિથી ભારે અકળાયા છે.
આગામી દિવસોમાં મધ્ય પૂર્વના દેશો વચ્ચે આ મુદ્દે મોટો ટકરાવ જોવા મળી શકે છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
