તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સર્ફિંગ ખેલાડીઓની પસંદગીમાં નિયમભંગ કેમ થયો? કર્ણાટક હાઈકોર્ટે નિવૃત્ત સુપ્રીમ જજ મારફત ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો
એશિયન ગેમ્સની ટીમ બદલવાનો ઇન્કાર, પરંતુ પસંદગી પ્રક્રિયા ઉપર કોર્ટ નારાજ: આર.વી. રવીન્દ્રનની એક સભ્યની તપાસ કમિશન: ખેલાડીને મેદાન છેોડી કોર્ટમાં કેમ આવવું પડ્યું? હાઈકોર્ટે ફેડરેશનની ગેરરીતિના મૂળ સુધી તપાસ પહોંચાડવાનો નિર્ણય કર્યો

બેંગલુરુ:: જાપાનમાં તા. ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી યોજાનારી એશિયન ગેમ્સ માટે પુરુષ સર્ફિંગ ટીમની પસંદગીમાં નક્કી કરાયેલા નિયમોના ભંગ અંગે કર્ણાટક હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. ન્યાયમૂર્તિ સુરજ ગોવિંદરાજે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આર.વી. રવીન્દ્રનને એક સભ્યની તપાસ કમિશન તરીકે નિયુક્ત કરીને સર્ફિંગ ફેડરેશનની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિ કેમ થઈ તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસ સર્ફર રમેશ બુડિહાલે દાખલ કર્યો હતો. વર્ષ ૨૦૨૫ની એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતનાર બુડિહાલને મુખ્ય ટીમમાં સ્થાન આપવાને બદલે પ્રથમ અનામત ખેલાડી બનાવવામાં આવ્યો હતો, જ્યારે શિવરાજ બાબુને બીજો નિશ્ચિત ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું કે કાર્યકારી સમિતિ પાસે પસંદગી સમિતિના નિર્ણયને બદલી નાખવાની સત્તા નહોતી. જોકે સ્પર્ધા નજીક હોવાથી હવે નવી પસંદગી કરાવવાથી ભારતની ભાગીદારી જોખમમાં પડી શકે તે કારણસર વર્તમાન ટીમ બદલવામાં આવી નથી.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
