તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
માત્ર નોટો અને સ્મારકોમાં નહીં, જીવનમાં ગાંધીજી કેમ જરૂરી?
મહાત્મા ગાંધીનું સ્મરણ માત્ર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ નથી, પરંતુ આજના સમયમાં સત્ય, અહિંસા, કરુણા, સ્વરાજ અને માનવતા જેવા મૂલ્યોને ફરી સમજવાની જરૂરિયાત છે : વધતા લોભ, ઉપભોગવાદ અને સામાજિક વિખવાદ વચ્ચે ગાંધીજીના વિચારો આજે માર્ગદર્શન આપે છે. તેમના જીવનના પ્રયોગો, સાત સામાજિક પાપો અને માનવકેન્દ્રિત દ્રષ્ટિ આજના સમાજ માટે અત્યંત પ્રાસંગિક છે અને નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે

નવી દિલ્હી,તા.૨: મહાત્મા ગાંધીનું સ્મરણ માત્ર રાષ્ટ્રપિતા પ્રત્યેની ઔપચારિક શ્રદ્ધાંજલિ નથી, પરંતુ આજના માનવીય જીવનની અગત્યની જરૂરિયાત બની ગયું છે. આજના સમયમાં ધૈર્ય, સત્ય, અહિસા, કરુણા, ભાઈચારો, સહકાર, પારસ્પરિકતા અને વિશ્વાસ જેવા મૂલ્યો રોજિદા જીવનમાંથી ધીમે ધીમે ગાયબ થતા જાય છે. આવી પરિસ્થિતિમાં ગાંધીજીનું જીવન અને વિચાર વધુ પ્રાસંગિક બને છે. માનવીય ચેતનાનું રૂપાંતરણ કેવી રીતે શક્ય બને તેનો જીવંત પ્રયોગ તેમણે પોતાના સમગ્ર જીવન દ્વારા કર્યો. ભારતના સચ્ચા પ્રતિનિધિ તરીકે તેમનું કર્મમય જીવન આજે પણ પ્રેરણા આપે છે.
દક્ષિણ આફ્રિકામાં થયેલા અનુભવો દ્વારા ગાંધીજીના જીવનમાં સત્યનો ઉદય અને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા શરૂ થઈ. ત્યાંથી તેમની સાત્વિક અને નૈતિક લડતની મજબૂત પાયારચના થઈ. આ સંઘર્ષનું કેન્દ્ર પોતાના સમય, સમાજ અને સત્તા સામે પ્રશ્નો ઊભા કરવાની ક્ષમતા હતી. ગાંધીજી પોતાના અંતરમનને, ભારતીય સમાજને, બ્રિટિશ વસાહતી સરકારને અને અંગ્રેજી સભ્યતાને સતત પ્રશ્ન કરતા રહ્યા. તેઓ કોઈ વિચારને અંધપણે સ્વીકારતા નહોતા. પોતાના લોકધર્મી વિવેકથી તેઓ સવાલોના જવાબ શોધતા અને પછી તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરતા.
ગાંધીજી માટે વિચાર માત્ર લખાણ કે ભાષણ સુધી મર્યાદિત નહોતો. વિચારને વર્તન અને આચરણમાં લાવવાની તેમની આગ્રહપૂર્ણ રીતને તેઓ ‘પ્રયોગ' કહેતા. ખાનપાન, આરોગ્ય, જીવનશૈલી, મુસાફરી અને વ્યક્તિગત શિસ્ત સુધી તેઓ પ્રયોગશીલ રહ્યા. પ્રશ્ન પૂછવો, પરિણામ તપાસવું અને જરૂરી હોય ત્યાં પોતાને બદલવું તેમના જીવનનો સતત ભાગ રહ્યો.
જીવનના અંતિમ દિવસોમાં પણ તેઓ દેશના ભવિષ્ય અંગે વિચારી રહ્યા હતા. અવસાન પહેલાં તૈયાર કરાવેલી પોતાની રાજકીય વસીયતમાં તેમણે કોંગ્રેસને ભંગ કરીને ‘લોક સેવક સંઘ' રચવાની વાત કરી હતી. તેમની નજરમાં સ્વતંત્રતા માત્ર રાજકીય આઝાદી નહોતી. તેઓ સામાજિક, સાંસ્કૃતિક અને આત્મિક સ્વાયત્તતા ધરાવતું ભારત ઇચ્છતા હતા. તેમની કલ્પનામાં ‘સ્વરાજ'નો અર્થ દેશની આત્મશક્તિ, સ્વત્વ અને નૈતિક સ્વતંત્રતાની સ્થાપના હતો.
ગાંધીજી માનતા હતા કે રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી પણ કામ પૂર્ણ થતું નથી. સામાજિક ન્યાય, નૈતિક પુનર્નિર્માણ અને આર્થિક સમાનતા માટેની લડત ચાલુ રહેવી જોઈએ. તેઓ સમયના બદલાતા પ્રવાહોને ઓળખી સમાજને અગાઉથી ચેતવતા. તેમના માટે સ્વતંત્રતાનો સાચો અર્થ હતો સામાન્ય માણસને ગૌરવ, ભાગીદારી અને પોતાની શક્તિ પર ઉભા રહેવાની તક મળવી.
ગાંધીજીને હંમેશાં ખબર હતી કે તેઓ કયા મૂલ્યો પર ઉભા છે. સત્ય અને અહિસાની શક્તિ તેમણે ભારતીય તત્ત્વચિતનમાંથી અનુભવી અને સમજેલી. તેઓ બાઇબલ અને કુરાનથી પણ પરિચિત હતા, પરંતુ ગીતા, ઉપનિષદ, રામાયણ અને ભારતીય લોકજીવન તેમના વિચારના મુખ્યસ્ત્રેત રહ્યા. તેઓ વિચાર અને ધર્મની વિવિધતાને માનવજીવનની સ્વાભાવિક સ્થિતિ માનતા. આશ્રમમાં વિવિધ ધર્મોની પ્રાર્થનાઓનો પાઠ, અભ્યાસ અને સ્મરણ થતું. આથી સ્પષ્ટ થાય છે કે ગાંધીજી માટે ધાર્મિકતા કોઈ એક પંથનું પ્રભુત્વ નહોતું, પરંતુ માનવમૂલ્યો તરફ જવાનો માર્ગ હતો.
ગાંધીજીએ સમાજને સાત ગંભીર ખતરાઓથી ચેતવ્યો હતો. તેમાં સિદ્ધાંત વિના રાજકારણ, શ્રમ વિના સંપત્તિ, નૈતિકતા વિના વેપાર, ચરિત્ર વિના શિક્ષણ, અંતઃકરણ વિના આનંદ, માનવતા વિના વિજ્ઞાન અને ત્યાગ વિના ઉપાસનાનો સમાવેશ થાય છે.
આજના સમયના રાજકીય, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ સંકટો જોતા આ ચેતવણીઓ વધુ મહત્વપૂર્ણ લાગે છે. ગાંધીજી પોતે આત્મનિયંત્રણ, આત્મસન્માન, નૈતિક વિકાસ, આત્મનિર્ભરતા અને આત્મબળના પ્રયોગ કરતા રહ્યા. પોતાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા માટે તેમને વ્યક્તિગત કષ્ટ પણ સહન કરવા પડ્યા.
ગાંધીજી એવી શિક્ષણવ્યવસ્થા ઇચ્છતા હતા જે માત્ર બુદ્ધિ પર ભાર ન મૂકે, પરંતુ મન, શરીર અને આત્માનો પણ સમાન વિકાસ કરે. તેમની લ્લષ્ટિએ સાચું શિક્ષણ વ્યક્તિને રોજગાર પૂરતું કૌશલ્ય જ નહીં, પરંતુ ચરિત્ર , જવાબદારી અને સ્વાવલંબન પણ આપવું જોઈએ.
સ્વતંત્રતા આંદોલનના નાયક તરીકે ભારતે ગાંધીજીને ખૂબ સન્માન આપ્યું. તેમના નામે રસ્તાઓ, સંસ્થાઓ, સ્મારકો બનાવાયા અને નોટો-સિક્કાઓ પર તેમની છબી અંકિત થઈ. પરંતુ પ્રશ્ન એ છે કે શું ગાંધીજીના મૂલ્યો પણ એટલા જ પ્રમાણમાં આપણા વર્તનમાં આવ્યા? સ્મારકોમાં તેમને સાચવતા સાચવતા આપણે કદાચ તેમને રોજિદા જીવન અને આચરણથી દૂર કરી દીધા. ગાંધીજીનો વિચાર જીવંત ચેતના હતો, પરંતુ ધીમે ધીમે તેને પ્રતીક સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો. આજની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ બતાવે છે કે ઘણા ક્ષેત્રોમાં આપણે તેમણે દર્શાવેલા માર્ગથી દૂર ગયા છીએ.
લોભ , અતિઉપભોગ અને અસંતુલિત વિકાસની દોડથી સમગ્ર વિશ્વ અસ્વસ્થ છે. આવી સ્થિતિમાં ગાંધીજીની લ્લષ્ટિ આંખ ઉઘાડનારી બની શકે છે. તેમની શીખ માત્ર જયંતિ અથવા સ્મૃતિદિન પર દોહરાવવાની નથી, પરંતુ જીવનમાં ઉતારવાની જરૂર છે. સ્વદેશી અપનાવવું, સત્ય બોલવું, અહિસા જાળવવી, અપરિગ્રહનો વિચાર સ્વીકારવો અને સમાજના અંતિમ માણસને ન ભૂલવો એ આજે પણ વ્યવહારૂ જીવનમંત્ર બની શકે છે.
જો જરૂર પડે તો ભ્રામક વિકાસની દોડમાંથી પાછું વળવું પણ વિચારવા જેવું છે. વ્યક્તિ અને સંસ્થા બંને સ્તરે ઓછામાં ઓછું ‘ગાંધી-લ્લષ્ટિ' આધારિત જીવનકાર્યક્રમ અપનાવવાની જરૂર છે. વિશ્વમાં ભારતની ઓળખ બની ગયેલા મહાત્મા ગાંધીને માત્ર ઇતિહાસ, ચલણી નોટ અથવા સ્મારકમાં નહીં, પરંતુ ભારતીય સમાજના જીવંત વર્તન અને નૈતિક જીવનમાં ફરી સ્થાપિત કરવાની જરૂર છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
