<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મને પૂછ્‍યા વિના મને કેમ જન્‍મ આપ્‍યો?

આવો સવાલ કરીને ૨૧ વર્ષના આ છોકરાએ માબાપ પાસે ભરણપોષણ માગ્‍યું

મુંબઈ,તા.૧૦: ૨૧ વર્ષના એક યુવાને સોશ્‍યલ મીડિયા પર વિડિયો શેર કરીને કહ્યું હતું કે ‘હું કોઈ કામ કરવા માગતો નથી. મારું ભરણપોષણ કરવાની જવાબદારી મારાં માતા-પિતાની છે, કેમ કે તેમણે મને જન્‍મ આપ્‍યો ત્‍યારે મને પૂછ્‍યું નહોતું.'

યુવાનનું કહેવું છે કે ‘મારે તો આ દુનિયામાં જન્‍મવું જ નહોતું, પણ મારાં મા-બાપે મને પૂછ્‍યું જ નહીં. જો મેં પૃથ્‍વી પર જન્‍મ લેવા માટે હામી ન ભરી હોય અને મા-બાપે તેમની મરજીથી મને જન્‍મ આપ્‍યો હોય તો મારી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી તેમની જ ન કહેવાય?'

યુવાનના આ સવાલને કેટલાક લોકો કામ ન કરવાની આળસ અને નઠારાપણું માને છે તો કેટલાક લોકો એને બહુ ઊંડો સવાલ માને છે. આ વિચારધારા ઍન્‍ટિ-નેટલિસ્‍ટ મૂવમેન્‍ટ તરીકે થોડાંક વર્ષો પહેલાં ખૂબ ચર્ચામાં આવી હતી. મુંબઈના માહિમમાં રહેતા રાફેલ સેમ્‍યુઅલે ૨૦૧૯માં આવો જ સવાલ ઉઠાવીને પોતાનાં માતાપિતાને સવાલોના કઠેડામાં ઊભાં કર્યાં હતાં. આ ફાની દુનિયામાં હવે બાળકને જન્‍મ આપવો જ ન જોઈએ એવું આ ઍન્‍ટિ-નેટલિસ્‍ટ સમુદાય માને છે. જો આવનારી પેઢીને આપણે સ્‍વસ્‍થ, શાંતિપૂર્ણ અને સેફ જિદગી આપી શકવાના ન હોઈએ તો એ પેઢીની પરવાનગી વિના નવી પેઢીને પૃથ્‍વી પર લાવવી જ ન જોઈએ એવું આ વિચારધારાના લોકો માને છે.

(10:09 AM IST)