તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ચાંદીની દુનિયામાં કોનો દબદબો? જાણો કયો દેશ છે ‘સિલ્વર કિંગ’ અને ભારતીય બજારની સ્થિતિ શું છે?
વિશ્વના સૌથી મોટા ચાંદી ઉત્પાદક દેશોનું રહસ્ય: મેક્સિકોએ ચીન અને રશિયાને પાછળ છોડી મેળવ્યો નંબર-1નો તાજ

રાજકોટ: આજના આધુનિક યુગમાં ટેકનોલોજીથી લઈને ઘરેણાં સુધી ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. શું તમને પણ લાગે છે કે ચીન કે રશિયા જેવા દિગ્ગજ દેશો ચાંદીના ઉત્પાદનમાં મોખરે હશે? જો હા, તો તમે ખોટા છો. ‘સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ’ના ‘વર્લ્ડ સિલ્વર સર્વે 2026’ ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વિશ્વના સિલ્વર માર્કેટમાં એક એવા દેશનો દબદબો છે જેણે વિશ્વના આ તમામ મોટા દેશોને ઘણા પાછળ છોડી દીધા છે.
મેક્સિકો હાલમાં વિશ્વનો અપ્રતિમ ‘સિલ્વર કિંગ’ બનીને ઉભર્યો છે. વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો, મેક્સિકોએ એકલા હાથે 173 મિલિયન ઔંસ ચાંદીનું ઉત્પાદન કર્યું છે. આ આંકડો સમગ્ર વિશ્વના કુલ ચાંદી ઉત્પાદનનો લગભગ 20 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક સ્તરે ચાંદીના ઉત્પાદનમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જ્યાં મેક્સિકો અને પેરુ જેવા દેશો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
ચાંદી ઉત્પાદનમાં દેશોની રેન્કિંગ (વર્ષ 2025):

ભારત કયા સ્થાને છે?
જ્યારે વાત ભારતની આવે છે, ત્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે હજુ ઘણું આગળ વધવાનું બાકી છે. ભારત આ યાદીમાં 11માં સ્થાને છે, જેણે વર્ષ 2025માં 20 મિલિયન ઔંસ ચાંદીનું ઉત્પાદન કર્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક હોવા છતાં, ભારત પોતાની જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર રહે છે. ચીન અને રશિયા જેવા દેશો ઉત્પાદનમાં આગળ હોવા છતાં, મેક્સિકોની સરખામણીમાં તેઓ હજુ પણ ખાસ્સા પાછળ છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
