<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ભારતમાં ક્‍યાં આવેલી છે ‘બ્‍લાઉઝવાલી ગલી' ?: ગમે તેવી સાડી લઈ જાવ મેચિંગ બ્‍લાઉઝ મળી જશે

અહીં એકથી એક ચડિયાતા બ્‍લાઉઝ મળી જશે અને ડિઝાઈન એટલી છે કે તમે કન્‍ફયૂઝ થઈ જશોઃ પેટર્ન એકદમ નવી અને કિમત ખાલી ૨૦૦ રૂપિયાથી શરુ થશે

જમશેદપુર તા.૨૮: શ્રાવણનો પવિત્ર મહિનો આવી રહ્યો છે. આ મહિનો મહિલાઓ માટે ખાસ છે. શ્રાવણ આવતા જ મહિલાઓ નવી સાડીઓ અને પરંપરાગત કપડાં ખરીદવાનું શરુ કરી દે છે. પણ દર વર્ષે એક મોટી સમસ્‍યા આવે છે. નવી સાડી ખરીદ્યા બાદ તેનું મેચિગ બ્‍લાઉઝ સીવડાવવા માટે દરજી પાસે લાંબી લાંબી લાઈનો લગાવવી પડે છે. ઘણી વાર સમયસર બ્‍લાઉઝ તૈયાર થતાં નથી. જેનાથી તહેવારની મજા બગડી જાય છે. આવા સમયે હવે મહિલાઓને પરેશાન થવાની જરૂર નથી.

ઝારખંડના જમશેદપુરમાં એક એવી જગ્‍યા છે, જેને લોકો બ્‍લાઉઝવાળી ગલીના નામથી ઓળખે છે. આ ગલી શહેરની મહિલાઓ માટે કોઈ ખજાનાથી કમ નથી. અહીં તમને લગભગ દરેક રંગ, દરેક ફેબ્રિક અને દરેક ડિઝાઈનની સાડીથી મેચ થતાં રેડીમેડ બ્‍લાઉઝ આસાનીથી મળી જશે. સૌથી ખાસ વાત એ છે કે આ બ્‍લાઉઝની શરુઆતી કિમત ખાલી ૨૦૦ રૂપિયા છે, જેનાથી દરેક બજેટની મહિલાઓ પોતાની પસંદગીનું બ્‍લાઉઝ ખરીદી શકે છે.

આ બજારમાં સિમ્‍પલ કોટન બ્‍લાઉઝથી લઈ ડિઝાઈન અને પાર્ટી વિયર બ્‍લાઉઝ પણ મળી જશે. અહીં પ્રિન્‍સેસ કટ બ્‍લાઉઝ, બોટ નેક બ્‍લાઉઝ, વી નેક બ્‍લાઉઝ, હાઈ નેક બ્‍લાઉઝ, કોલર નેક બ્‍લાઉઝ, ડીપ બેક બ્‍લાઉઝ, પફ સ્‍લીવ બ્‍લાઉઝ, એલ્‍બો સ્‍લીવ બ્‍લાઉઝ, મેગી સ્‍લીવ બ્‍લાઉઝ અને સીક્‍વિન વર્ક બ્‍લાઉઝ જેવી કેટલીય આકર્ષક ડિઝાઈન મળી જશે. આ ઉપરાંત મિરર વર્ક, લેસ વર્ક અને સ્‍ટોન વર્કવાળા બ્‍લાઉઝ પણ આસાનીથી મહિલાઓને મળી જશે.

દુકાનદારોનું કહેવું છે કે શ્રાવણ મહિનો શરુ થતાં પહેલા મહિલાઓની ભીડ વધવા લાગી છે. લીલા રંગના બ્‍લાઉઝની સૌથી વધારે માગ છે. આ ઉપરાંત પીળા, લાલ, મરુન, ગુલાબી અને રોયલ બ્‍લૂ રંગના બ્‍લાઉઝ પણ ખૂબ વેચાઈ રહ્યા છે. કેટલીય મહિલાઓ એક જગ્‍યા પર પોતાની અલગ અલગ સાડીઓ મેચ કરી કેટલાય બ્‍લાઉઝ ખરીદી રહી છે. જેથી તહેવારના સમયે સીવડાવવાની ઝંઝટ ખતમ થઈ જાય.

આ બજાર ખાલી ઓછી કિમત માટે નહીં પણ લેટેસ્‍ટ ફેશન માટે પણ ઓળખાય છે. અહીં દરેક ઉંમરની મહિલાઓ માટે નવા ટ્રેન્‍ડ અનુસાર, બ્‍લાઉઝ મળી જશે. કોલેજ જતી છોકરીઓથી લઈ ગૃહિણીઓ અને કામકાજી મહિલાઓ સુધી, પોતાની પસંદ અને બજેટ અનુસાર, આસાનીથી ખરીદી કરી શકે છે. ઓછા સમયમાં રેડીમેડ બ્‍લાઉઝ મળી જવાથી મહિલાઓનો સમય અને મહેનત બંને બચી જાય છે.

જો તમે પણ આ શ્રાવણમાં નવી સાડી પહેરવાની તૈયારી કરી રહ્યા છો અને બ્‍લાઉઝ સીવડાવવાની ચિતામાંથી મુક્‍ત થવા માગો છો તો જમશેદપુરની બ્‍લાઉઝવાળી ગલી આપના માટે શાનદાર વિકલ્‍પ હોઈ શકે છે. અહીં ઓછી કિમતમાં લેટેસ્‍ટ ડિઝાઈન, શાનદાર ફિટિગ અને દરેક રંગના રેડીમેડ બ્‍લાઉઝ મળી જશે. આ જ કારણ છે કે શ્રાવણ આવતા જ અહીંની બજારમાં મહિલાઓની ભીડ જોવા મળે છે.

(10:31 AM IST)