તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
હનુમાનજીનું ભજન વાગ્યું એટલે મંદિરમાં ઝૂમવા લાગ્યો શ્વાન, મૂર્તિ સામે કર્યો એવો ડાન્સ કે જોતા જ રહી ગયા લોકો
અનોખો અંદાજ કેમેરામાં કેદ થયો અને વિડિયો વાઇરલ થતાં લોકો શ્વાનની નિર્દોષતા પર ફિદા થઈ ગયા

સોશ્યલ મીડિયા પર અવારનવાર અવનવા વિડિયો વાઇરલ થતા રહેતા હોય છે, પરંતુ કેટલાક વિડિયો પોતાની નિર્દોષતા અને અનોખા અંદાજથી લોકોનાં દિલ જીતી લેતા હોય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક શ્વાનનો આવો જ વિડિયો ભારે ધમાલ મચાવી રહ્યો છે, જેમાં હનુમાનજીનું ભજન સાંભળતાં જ શ્વાન મંદિરમાં મૂર્તિ સામે પહોંચીને ઝૂમવા લાગે છે.
મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સામે ભજન વાગી રહ્યું હતું ત્યારે અચાનક આ શ્વાન મંદિરમાં આવે છે અને મૂર્તિ સામે ઊભો રહી જાય છે. ભજનની ધૂન સાંભળતાં જ તે પોતાનું શરીર હલાવીને એ રીતે ઝૂમવા લાગે છે જાણે મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હોય.
શ્વાનનો આ અનોખો અંદાજ જોઈને મંદિરમાં હાજર લોકો પણ આヘર્યચકિત થઈ ગયા હતા અને આ લ્લશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો શ્વાનની આ નિર્દોષતા પર ફિદા થઈ ગયા છે અને કમેન્ટ્સમાં ભારે પ્રેમ વરસાવી રહ્યા છે
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
