News of Monday, 22nd June 2026
સરકારી ઓફિસમાં ઓફિસર ન મળ્યા તો અરજી કૂતરાને આપીને વિરોધ કર્યો

શાહડોલ તા.૨૨: મધ્ય પ્રદેશના શાહડોલમાં નગરપરિષદની સમસ્યાઓ અને કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં સ્થાનિક કોન્ગ્રેસ કર્મચારીઓએ ધરણાં કર્યાં હતાં. પ્રદર્શનકારીઓ માગણીઓની અરજી તૈયાર કરીને બેઠા હતા, પરંતુ કોઈ અધિકારી સાથે મુલાકાત જ ન થઈ. આખરે ખાસ્સો સમય ઉહાપોહ મચાવ્યા પછી પણ સરકારી ઑફિસમાંથી કોઈ અધિકારી આગળ આવ્યા નહીં એટલે તેમણે પોતાની માગણીઓની યાદી નગરપરિષદની ઑફિસમાં રખડતા એક કૂતરાને સોંપીને પ્રતીકાત્મક વિરોધ જતાવ્યો હતો. આ અરજીમાં લોકોએ ૧૩ માગણીઓ કરી હતી. કોન્ગ્રેસના પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે અમે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ‘જો કોઈ અમારી વાત સાંભળવા આગળ નહીં આવે તો અમે અહીં રખડતા કૂતરાને અમારી સમસ્યાની અરજી આપીને જઈશું. જો આ માગણીને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો અમે ગંભીર અને વ્યાપક આંદોલન કરીશું.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
