તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
નબળું ચોમાસુઃ ગુજરાત સહિત ૧૨ રાજ્યના ૩૧૫ જિલ્લા પર સંભવિત સંકટ
સુપર અલ નિનોઃ ચોમાસુ નબળું, શિયાળો પણ ગરમ રહેશે : રાજ્યોને કંટ્રોલ રૂમ સ્થાપવા અને કેન્દ્ર સાથે સંકલન માટે નોડલ ઓફિસરો નિયુક્ત કરવા પણ સૂચના આપવામાં આવી

નવી દિલ્હી,તા.૨૬: ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS)એ પેસિફિક ઓસનમાં સક્રિય થયેલા અલ નિનોની ભારતના અરબી સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં થનારી સંભવિત અસરો અંગે તેનું પ્રથમ બુલેટિન તાજેતરમાં જારી કર્યું છે. ઇનકોઇસ દ્વારા દ્વારા દરિયાઈ ક્ષેત્રો (મેરિટાઇમ સેક્ટર્સ) પર વર્તમાન અલ નિનોની સંભવિત અસરો પર પ્રકાશ પાડવા માટે વિશેષ અલ નિનો બુલેટિન બહાર પાડવાનું શરૂ કરાયું છે. તેમાં કેટલીક ચિતાજનક બાબતો પર અત્યારથી સંબંધિત પક્ષકારોએ કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેને તંત્રના ધ્યાન પર મૂકાઈ છે.
આ બુલેટિનમાં પુષ્ટિ કરાઇ છે કે અલ નિનોની સ્થિતિ સતત વિકસી રહી છે. એટલું જ નહીં, વર્તમાન ચોમાસા પર તેની અસરો તો હવે પછી જોવા મળશે, પરંતુ નવેમ્બર ૨૦૨૬થી જાન્યુઆરી ૨૦૨૭ એટલે કે શિયાળાની ઋતુમાં તે તેની ચરમસીમા પર પહોંચે તેવી અપેક્ષા છે. એટલે શિયાળો પણ નબળો રહે તેવી દહેશત છે. હિદ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન એપ્રિલ/મે ૨૦૨૭ સુધી સામાન્ય કરતાં વધુ રહેશે. ઉત્તર હિદ મહાસાગર (અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને) માં દરિયાઈ જીવસૃષ્ટિ આગામી મહિનાઓમાં, ખાસ કરીને માર્ચ-મે ૨૦૨૭ દરમિયાન થર્મલ સ્ટ્રેસ (તાપમાનના તણાવ) હેઠળ રહેવાની સંભાવના છે. આના કારણે પરવાળાના ખડકો (કોરલ રીફસ) ના બ્લીચિગમાં (રંગ ગુમાવવો) વધારો, દરિયાઈ હીટ વેવ્સની વધુ ઘટનાઓ અને માછલીઓનો જથ્થો યોગ્ય રહેઠાણો તરફ સ્થળાંતર થવાને કારણે અથવા નવી માછલીઓના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે માછલી પકડવાના પ્રમાણમાં (ખાસ કરીને સારડીન અને મેકરેલ પ્રજાતિઓ) ઘટાડો થઈ શકે છે. વધુમાં, વિકસી રહેલા અલ નિનો સાથે સંબંધિત દરિયાઈ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે માછલીઓ ઇચ્છિત કદ સુધી પહોંચી શકશે નહીં.
અલ નિનોની ગંભીર સક્રિયતા અને ઋતુચક્રના બદલાવને કારણે દેશમાં ચોમાસું ચિતાજનક રીતે ખોરવાયું છે. ચાલુ વર્ષે દક્ષિણ-પヘમિ ચોમાસું નોંધપાત્ર મોડું થતાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આશરે ૪૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિ અને નબળા ચોમાસાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખરીફ સીઝન માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિવિધ રાજ્યોના કૃષિમંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં વૈજ્ઞાનિક આયોજન અને ક્ષેત્ર સ્તરીય હસ્તક્ષેપ દ્વારા ખેડૂતોની આજીવિકા બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ICAR અને કૃષિ મંત્રાલયના સાયન્ટિફિક ડેટાના આધારે ઓછા વરસાદ અને અપૂરતી સિચાઇવાળા સંવેદનશીલ જિલ્લાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તે મુજબ, નબળા ચોમાસાથી પ્રભાવિત થઈ શકે તેવા ગુજરાત સહિત ૧૨ રાજ્યોના ૩૧૫ જિલ્લાઓની ઓળખ કરાઈ છે. આ જિલ્લાઓને ત્રણ મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે.
હાઇ પ્રાયોરિટી (૧૧૧ જિલ્લા): જ્યાં સિચાઇની સુવિધા ૨૫ ટકાથી પણ ઓછી છે અને ખરીફ પાક માટે જોખમ સૌથી વધુ છે.
મધ્યમ પ્રાયોરિટી (૭૬ જિલ્લા): જ્યાં ૫૦ ટકા સુધીની સિચાઇ સુવિધા ઉપલબ્ધ છે.
ઓછી પ્રાયોરિટી (૧૨૮ જિલ્લા): જ્યાં ડેમ કે અન્ય સ્ત્રોત દ્વારા સિચાઇની વ્યવસ્થા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોના કલેક્ટરોને સ્થાનિક સ્તરે સજ્જતા ઝડપી બનાવવા અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને સંયુક્ત પગલાં લેવા જણાવાયું છે.
રાષ્ટ્રીય સ્તરે, ચોમાસાની પ્રગતિ, પાકની વાવણી, પાકની સ્થિતિ, ઈનપુટ સપ્લાય અને માર્કેટ ઈન્ડિકેટર્સનું સતત વિશ્લેષણ કરવા માટે નવી દિલ્હીમાં એક ‘અલ નિનો મોનિટરિગ સેલ' અને ‘ક્રોપ વેધર વોચ ગ્રૂપ'ની રચના કરવામાં આવી છે. રાજ્યોને કંટ્રોલ રૂમ સ્થાપવા અને કેન્દ્ર સાથે સંકલન માટે નોડલ ઓફિસરો નિયુક્ત કરવા પણ સૂચના આપવામાં આવી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
