તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ખાંડ બજારમાં મંદીનું મોજું યથાવત: સરકારી નિયંત્રણોની અસરથી જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. ૧૫૦ સુધી તૂટ્યા
સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરે માગ જળવાઈ રહેવા છતાં મિલો પાછળથી વેપાર નબળો પડતાં સ્મોલ અને મીડિયમ ગ્રેડના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો

નવી મુંબઈ : મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતની ખાંડ મિલો પર સરકારી નિયંત્રણોની કડક અસરો હવે સ્થાનિક બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરેથી સામાન્ય માગ સતત જળવાઈ રહી હોવા છતાં, મિલો પાછળ ભાવમાં નરમાઈનું વલણ યથાવત રહ્યું છે, જેને કારણે ખાંડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સ્થાનિક બજારના અહેવાલો મુજબ, આજે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૯૨ થી ૧૫૦ સુધીનો તો મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. ૮૨ થી ૧૦૨ સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં અંદાજે ૨૮ થી ૨૯ ટ્રકની આવક સામે ઉપાડ સારો હોવા છતાં મિલો તરફથી ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આ ઘટાડાને કારણે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડ ઘટીને રૂ. ૪૭૦૦ થી ૪૮૦૨ અને મિડિયમ ગ્રેડની ખાંડ ગુણવત્તા અનુસાર રૂ. ૪૮૧૦ થી ૫૧૦૦ આસપાસ બોલાઈ રહી છે.
નાકા ડિલિવરી ધોરણે પણ વેપારો સસ્તાં થયાં
ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ હોવા છતાં નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. મિલો પાછળ સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર રૂ. ૧૦૦ ઘટીને રૂ. ૪૬૦૦ થી ૪૬૫0માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર રૂ. ૧૫૦ ઘટીને રૂ. ૪૬૫0 થી ૪૭૫0 સુધીના સ્તરે થયા હતા, જેના કારણે વેપારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
