તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ બોલીવુડમાં ખુશીની લહેર: “સવાલ પૂછતા રહો અને આશા જાળવી રાખો”, સેલેબ્સે વધાવી ઝેન ઝી (Gen Z) ની જીત!
પ્રકાશ રાજ, પ્રિયંકા ચોપરા, અદિતિ રાવ હૈદરીથી લઈને સોનુ સૂદ અને સોનાક્ષી સિંહા સુધીના સિતારાઓ યુવાશક્તિના સમર્થનમાં આવ્યા આગળ: કહ્યું- “અવાજ ઉઠાવવાથી ફરક પડે છે!”

મુંબઈ : દિલ્હીના જંતર-મંતર પર NEET વિવાદને લઈને ચાલેલા અભૂતપૂર્વ વિદ્યાર્થી આંદોલન અને 50 દિવસના વિરોધ પ્રદર્શન સામે ઝૂકીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. દેશભરના યુવાનો જ્યાં આને પોતાની ઐતિહાસિક જીત ગણાવી રહ્યા છે, ત્યાં બોલિવૂડ જગતમાં પણ ખુશીની મોટી લહેર જોવા મળી રહી છે. પ્રકાશ રાજ, પ્રિયંકા ચોપરા, વાણી કપૂર, દિયા મિર્ઝા, સોનુ સૂદ અને સોનાક્ષી સિંહા જેવા દિગ્ગજ સિતારાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને યુવાશક્તિ, સોનમ વાંગચુક અને આંદોલનના નેતાઓની હિંમતને ખુલ્લેઆમ બિરદાવી છે.
અભિનેતા પ્રકાશ રાજે પોતાના ખાસ અંદાજમાં 'હૅશટેગ જસ્ટ આસ્કિંગ' સાથે પોસ્ટ કરતા લખ્યું, "ખૂબ ખૂબ અભિનંદન મારા પ્યારા કોક્રોચ! ડિયર સોનમ વાંગચુક સર અને યુવાનો સાથે મજબૂતીથી ઊભા રહેલા દરેક નાગરિકને સલામ. તમે સાબિત કરી દીધું કે યુવાશક્તિ કોઈ પણ સરકારને ઘૂંટણીયે લાવી શકે છે." જ્યારે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને અદિતિ રાવ હૈદરીએ ઇન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું કે, 30 દિવસના રાષ્ટ્રવ્યાપી આંદોલન અને સોનમ વાંગચુકની 26 દિવસની ભૂખ હડતાલે બતાવી દીધું કે યોગ્ય લડાઈ હંમેશા જીતી શકાય છે. ઝેન ઝીની આ ઈમાનદારી, સન્માન અને અહિંસાની જીત છે.
બીજી તરફ, બોલિવૂડના અન્ય કલાકારોએ પણ યુવાનોના અવાજને બુલંદ કર્યો છે. વાણી કપૂરે યુવાનોને પ્રેરણા આપતા લખ્યું, "સવાલ કરતા રહો અને આશા જાળવી રાખો, આ ક્ષણ તમારી છે!" જ્યારે 'મિર્ઝાપુર' ફેમ દિવ્યેંદુ શર્માએ પોતાના મજબૂત અંદાજમાં કહ્યું, "ફરક પડે છે... અવાજ ઉઠાવવાથી જ ફરક પડે છે!" આ સિવાય સોનુ સૂદે યુવાનોના જુસ્સાની પ્રશંસા કરી તો સોનાક્ષી સિંહાએ આંદોલનના નેતા અભિજીત દિપકેનો વિડીયો શેર કરીને આશ્ચર્ય અને આનંદ સાથે લખ્યું, "આ ભાઈએ તો ખરેખર કરી બતાવ્યું!"
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ સમગ્ર મનોરંજન જગતે એકસૂરે સ્વીકાર્યું છે કે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં સલામત છે અને લોકશાહીમાં પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા તથા શાંતિપૂર્ણ વિરોધ જ દેશની ખરી તાકાત છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
