તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું?
NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા

મુંબઈ,તા.૨૪: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. NCP નેતા અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ આરોપ લગાવ્યો છે કે બારામતીમાં અજિત પવાર વિરુદ્ધ 'કાળો જાદુ' અને અઘોરી પૂજા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન ક્રેશમાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી સીએમ અને અન્ય ચાર લોકોના મોત થઈ ગયા હતા. અજિત પવારને પ્રેમથી ‘દાદા' કહેવામાં આવતા હતા.
અમોલ મિટકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરતા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
મિટકરીએ દાવો કર્યો છે કે વિદ્યા પ્રતિષ્ઠાન એઆઈ બિલ્ડિંગના બાંધકામ સ્થળ નજીક મધ્યરાત્રિએ એક ભયાનક ‘અઘોરી પૂજા' કરવામાં આવી હતી. 'દાદા' બીજા દિવસે સવારે આ નિર્માણાધીન બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે ત્યાં જવાના હતા.
અન્ય એક પોસ્ટમાં સ્થાનિક લોકોના હવાલે મિટકરીએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પહેલા ખતલપટ્ટા કાટેવાડી વિસ્તારમાં અજિત પવારના બંગલા સામે એક બકરાને ઊંધો લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં એક બિહામણી તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.
મિટકરીએ તપાસકર્તાઓ પાસે જવાબદારીની માંગ કરતા સવાલ ઉઠાવ્યો કે, 'અંધશ્રદ્ધામાં માનનારા લોકોએ દાદા પર કેવી રીતે હુમલો કર્યો, જેઓ ખુદ અંધશ્રદ્ધાનો સખત વિરોધ કરતા હતા? આ ભયાનક સત્ય જનતાની સામે આવવું જ જોઈએ.' તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ડર અહીં જ ખતમ નથી થતો.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
