<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

યુદ્ધ ઢૂંકડું આવતું જાય છે: ગમે તે ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા: અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેશે

યુદ્ધવિરામ તૂટવાની અણી પર: અમેરિકી સેનાના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે છેલ્લા ૨૪ કલાકમાં પરિસ્થિતિ વધુ વણસી છે: અમેરિકા ઈરાન સામે ફરીથી મોટા પાયે સૈન્ય ઓપરેશન શરૂ કરવા તરફ દોટ મૂકી રહ્યું છે

નવીદિલ્હી: ઈરાન દ્વારા અમેરિકી જહાજો અને યુએઈ પર મિસાઈલ તેમજ ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ તૂટવાની અણી પર છે. 

અમેરિકી સેનાના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં પરિસ્થિતિ વધુ વણસી છે અને અમેરિકા ઈરાન સામે ફરીથી મોટા પાયે સૈન્ય ઓપરેશન શરૂ કરવા તરફ આગળ વધી રહ્યું છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી જહાજોની સુરક્ષા વધારવામાં આવી છે. યુએસએસ અબ્રાહમ લિંકન સહિતના યુદ્ધ જહાજો અને એફ-૧૮ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનો અરબી સમુદ્રમાં તૈનાત કરાયા છે અને ઈરાની બંદરોની કડક નાકાબંધી ચાલી રહી છે. 

અમેરિકી સેના કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે તૈયાર છે અને હવે આક્રમણ શરૂ કરવા અંગેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના નવા નેતૃત્વ પર નિર્ભર છે.

(12:46 AM IST)